હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા

Police Family Suicide In Ahmedabad : પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે. સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી

હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં હચમચાવી દે તેવો સામૂહિક આત્મહત્યાનો કિસ્સો બન્યો છે. એક પોલીસ કર્મીએ પોતાના નાનકડા પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે મોડી રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી નીચે કૂદી મોત વ્હાલુ કર્યું છે. પોલીસ પરિવારે ગોતાના દીવા હાઇટ્સના બારમા માળેથી નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા કરી છે. 

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનુ પગલુ લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. સોલા હાઈકોર્ટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

police_family_suicide_zee.jpg

પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે. સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ અને તેમના પત્ની આવું પગલું ભરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news