અરવલ્લીમાં કોવિડ હોસ્પિટલની રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો, શું આવી રીતે રોકાશે કોરાના?

દુનિયામાં કોરોનાના નવા એમિક્રોન બીએફ 7 વેરિયન્ટથી ફરીથી કોરોનાની દહેશત ફેલાઇ છે. ચીનમાં સતત વધતા કેસોથી પાડોશી દેશો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ નવા એમિક્રોન બીએફ 7 વેરિયન્ટના કેસો મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે..

અરવલ્લીમાં કોવિડ હોસ્પિટલની રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો, શું આવી રીતે રોકાશે કોરાના?

સમીર બલોચ/અરવલ્લી: દુનિયામાં કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ કોરોનાએ દેખા દીધી છે. ઝી 24 કલાકની ટીમ અરવલ્લીની કોવિડ હોસ્પિટલનો રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ તંત્રની પૂર્ણ તૈયારીના દાવા કેવી રીતે પોકળ થયા તે અહીં જોવા મળ્યું હતું.

દુનિયામાં કોરોનાના નવા એમિક્રોન બીએફ 7 વેરિયન્ટથી ફરીથી કોરોનાની દહેશત ફેલાઇ છે. ચીનમાં સતત વધતા કેસોથી પાડોશી દેશો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ નવા એમિક્રોન બીએફ 7 વેરિયન્ટના કેસો મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને જિલ્લાઓ અને તાલુકા મથકે કોરોના મામલે નિયમોનું પાલન કરવા સૂચન કર્યું છે. તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં 1029 કોવિડ બેડ હોવાનો દાવો કરવામાં આવતા ઝી 24 કલાકની ટીમ  દ્વારા મોડાસાની કોવિદ હોસ્પિટલનું રિયાલિટી ચેક કર્યું હતું.

ઝી 24 કલાકની ટીમ જ્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે કેમેરામાં ચોકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા. કોવિડ હોસ્પિટલ જાણે ધૂળ ખાતી હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા. ખંડેર બનેલી કોવિડ હોસ્પિટલ હાલ જેમ તેમ પડેલા બેડ તેમજ ઓક્સિજનની મેન્ટન્સ વગરની લાઈનો જોવા મળી હતી. ગંદકીના થર જામેલા જોવા મળ્યા. બેડ તૂટેલા જોવા મળ્યા. કરોડો રૂપિયા ખર્ચીને ચલાવતી હોસ્પિટલની હાલત દયનીય બની ગઈ છે.

સ્થાનિક હોસ્પિટલ તંત્રને સૂચના ન મળી હોવાનો દાવો કર્યો હતો. કાગળ પર તંત્ર તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે, ત્યારે કેમેરામાં દ્ર્શ્યો ખૂબ જ બેદરકારી વાળા જોવા મળ્યા. 1029 બેડનું દાવા સામે એક બેડ પણ સલામત જોવા ન મળ્યો. ગતરોજ તંત્ર દ્વારા જિલ્લામાં પાંચ જેટલા ઓકસીજન પ્લાન્ટનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલો અરવલ્લીની જિલ્લો અંતર રાજ્ય રોગચાળાની સ્થિતિમાં સૌથી પહેલા ભોગ બની શકે છે. તેવા સંજોગોમાં તંત્રની બેદરકારી લોકોને ડરાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news