માવતર જ કમાવતાર થયા...! અંધશ્રદ્ધાળુ જન્મદાતા જ હેવાન બની માસુમ પુત્રીના હત્યારા બન્યા!

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલા દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

માવતર જ કમાવતાર થયા...! અંધશ્રદ્ધાળુ જન્મદાતા જ હેવાન બની માસુમ પુત્રીના હત્યારા બન્યા!

ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: ગુજરાતીમાં કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે. આ ઘટનામા માવતર જ કમાવતર બન્યા છે. દોઢ વર્ષની માસુમ બાળકીનું ગળું દબાવીને પિતાએ જ હત્યા કરી છે. આ ઘટનામાં બાળકી અપશુકનિયાળ હોવાનું માની અને હત્યા કરી બાળકીની લાશને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે હત્યારા માતા-પિતાની અટકાયત કરી છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલા દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બાળકીના માતા-પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે જ પોતાની દોઢ વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા નાખી હતી. 

હત્યારા પિતાએ પોલીસ સમક્ષ હત્યાની સમગ્ર ઘટનાની વિગત આપતા કહ્યું કે, પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રીને તે અપશુકનિયાળ માનતો હતો. 27મી એપ્રિલે બંને પતિ-પત્ની બાઇક ઉપર ગુંદા ગામે જવા નીકળ્યાં હતા. આ દરમિયાન મઘરીખડા નજીક બાઇક સ્લીપ થયું અને પિતાએ ગુસ્સામાં બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સાયલા-ચોટીલા હાઇવે પર શાપર નજીક પતિના કહેવાથી પત્નીએ મૃત બાળકીને નાળામાં ફેકી દીધી હતી. પોલીસે બાળકીના માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર ન થાય. પણ આ ઘટનામાં તો માવતર જ દોઢ વર્ષની બાળકી માટે કમાવતર સાબિત થયા છે. ત્યારે આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ માંગવા અંગેની તજવીજ હાથ ધરી છે ત્યારે સમાજમાં આ એક ચકચારિક બનાવ બનતા જિલ્લા નો ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news