ગેનીબેન ઠાકોરની હળવી કોમેન્ટનો શંકર ચૌધરીનો સનસનાટી ભર્યો જવાબ, કહ્યું; છોટે મનસે કોઈ બડા નહિ...

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની હળવી કોમેન્ટનો સનસનાટી ભર્યો જવાબ આપતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો વિડિઓ વાયરલ થયો છે. ધાનેરામાં ગઈકાલે ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના ચાલુ ભાષણ વચ્ચે જ ગેનીબેનને કહ્યું શંકરભાઈના માનીતા ધારસભ્ય માવજીભાઈ અને ધવલસિંહ છે.

ગેનીબેન ઠાકોરની હળવી કોમેન્ટનો શંકર ચૌધરીનો સનસનાટી ભર્યો જવાબ, કહ્યું; છોટે મનસે કોઈ બડા નહિ...

ઝી બ્યુરો/બનાસકાંઠા: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશાં પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવના એમએલએ ગેનીબેન ઠાકોરની હળવી કોમેન્ટનો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરીએ શાયરીના અંદાજમાં સનસનાટી ભર્યો જવાબ આપ્યો છે. 

ધાનેરામાં ગઈકાલે (રવિવાર) ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બોલી રહ્યા હતા. ત્યારે ચાલુ ભાષણ વચ્ચે જ ગેનીબેનને જણાવ્યું હતું કે શંકરભાઈના માનીતા ધારસભ્ય માવજીભાઈ અને ધવલસિંહ છે. તે જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કમેન્ટ કરતા શંકરભાઈએ હળવા અંદાજમાં તેમને જવાબ આપ્યો હતો. વિધાનસભા અધ્યક્ષએ હાસ્ય સાથે જવાબ આપ્યો કે ગેનીબેન કહે છે કે ગેનીબેન થોડા ઓછા માનીતા છે.અધ્યક્ષ તરીકે મારા માટે તમામ ધારાસભ્યો અમારા જ છે તમામ MLAની રક્ષણ પોષણની જવાબદારી અધ્યક્ષની છે. શંકર ચૌધરીએ શાયરાના અંદાજમાં ગેનીબેનને પરખાવ્યું હતું કે છોટે મન સે કોઈ બડા નહિ હોતા તૂટે દિલથી કોઈ ખડા નહિ હોતા, જેટલુ મન મોટુ એટલો માણસ મોટો થઈ શકે.

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની માવજીભાઈ અને ધવલસિંહ વિશેની કમેન્ટ પર શંકરભાઈ ચૌધરીએ હળવા અંદાજમાં કહ્યુ કે માવજીભાઈ આ જગ્યાના ધારાસભ્ય છે. ગેનીબેન વિધાનસભામાં પણ સરસ બોલે છે. તેઓ કહે છે કે તેઓ થોડા ઓછા માનીતા છે. આ તો હળવી મજાક થઈ. પરંતુ અમારે મન તો આ જગ્યાએથી બધા ધારાસભ્યો અમારા હોય.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ કે ધાનેરામાં ઘણા વિકાસ કાર્યો થયા છે. થરાદ અને ધાનેરાના વિકાસ કાર્યો માટે 1400 કરોડ રુપિયા મંજૂર થઈ શક્યા છે. વળી, તેમણે જણાવ્યુ કે 50 કરોડથી વધુના ખર્ચે આધુનિક જિલ્લા કક્ષાની હૉસ્પિટલ થરાદમાં શરુ કરવા જઈ રહ્યા છે. જે બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ધાનેરામાં પણ સબ ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ મંજૂર કરી દેવામાં આવી છે. થરાદની સાથે ધાનેરામાં પણ જીઆઈડીસી મંજૂર કરાવી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news