મહિલાઓએ દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, પોલીસ પણ આશ્ચર્યચકિત

વડોદરા શહેરમાં દારૂની ડિલીવરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓ કપડાની અંદર શરીર પર દારૂની બોટલો બાંધીને શહેરમાં દારૂને ઘુસાડવામાં આવતો હતો. વડોદરા પોલીસે 7 જેટવી મહિલાઓને આ રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપી લઇને વઘુ તપાસ હાથ ધરી છે.

મહિલાઓએ દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, પોલીસ પણ આશ્ચર્યચકિત

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેરમાં દારૂની ડિલીવરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓ કપડાની અંદર શરીર પર દારૂની બોટલો બાંધીને શહેરમાં દારૂને ઘુસાડવામાં આવતો હતો. વડોદરા પોલીસે 7 જેટવી મહિલાઓને આ રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપી લઇને વઘુ તપાસ હાથ ધરી છે. 

ચૂંટણીની તારીખો જાહેર થતા સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હોવાથી પોલીસ પણ બુટલેગરો પર બાજ નજર રાખી રહી છે. જેના ભાગ રૂપે પોલીસ દ્વારા બાતમીના આઘારે 7 જેટલી મહિલાઓને દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાંન્ચની ટીમે આ મહિલાઓને શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવી છે.

મહત્વનું છે, કે ઝડપાયેલી તમામ મહિલાઓ મૂળ દાહોદ જિલ્લાની રહેવાસી છે. આ મહિલાઓ સેલોટેપથી શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધીને વડોદરા શહેરમાં ધુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. પોલીસે આ સાત મહિલાઓની ધરપકડ કરીને દારૂની બોટલો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news