AMCની 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણી, જાણો કઈ કઈ બેઠક પર કરાઈ નિમણૂંક

આજે મળેલી માસિક સામાન્ય સભામાં ચેરેને અને ડેપ્યુટી ચેરમેનની વરણી પ્રક્રિયા કરવામાં આવી છે. કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની પસંદગી પ્રક્રિયામાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે.

AMCની 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણી, જાણો કઈ કઈ બેઠક પર કરાઈ નિમણૂંક

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણી થઈ છે. આજે મળેલી માસિક સામાન્ય સભામાં ચેરેને અને ડેપ્યુટી ચેરમેનની વરણી પ્રક્રિયા કરવામાં આવી છે. કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની પસંદગી પ્રક્રિયામાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. તો કમિટીઓમાં વિપક્ષી સભ્યોને સ્થાન આપવાની માગ સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો અને પોસ્ટર સાથે રાખીને ભાજપની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી વિપક્ષના સભ્યોઓને કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં સ્થાન અપાતું નથી.

કઈ કઈ બેઠક પર નિમણૂંક કરાઈ
AMTS નાં ચેરમેન તરીકે ધર્મસિંહ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ ચેરમેન તરીકે ઈસનપુરનાં કોર્પોરેટર મોના રાવલની નિમણૂંક કરવામાં આવી છે. રોડ અનેડ બિલ્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે નારણપુરા વોર્ડનાં જયેશ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. વેજલપુર વોર્ડનાં કાઉન્સિલર દિલીપ બગડીયાને વોટર સપ્લાય કમિટીનાં ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. લીગલ કમિટી ચેરમેન તરીકે બાપુનગરમાં કાઉન્સિલર પ્રકાશ ગુર્જરની નિમણૂંક કરાઈ હતી. જ્યારે હેલ્થ કમિટીનાં ચરેમેન તરીકે શાહીબાગ વોર્ડનાં કાઉન્સિલર જશુ ઠાકોરની નિમણૂંક કરાઈ હતી. 

કમિટીઓ ચેરમેનની કેટેગરી

  • કમિટીનું નામ - ચેરમેન કેટેગરી
  • 1. AMTS કમિટી - OBC, રબારી 
  • 2. હેલ્થ કમિટી - OBC, ઠાકોર 
  • 3. હોસ્પીટલ કમિટી - પટેલ, જનરલ
  • 4. રોડ & બિલ્ડિંગ કમિટી - પટેલ, જનરલ
  • 5. રિક્રીએશન કમિટી - બ્રહ્મક્ષત્રિય, જનરલ
  • 6. વોટર કમિટી - પટેલ, જનરલ
  • 7. હાઉસિંગ કમિટી, પટેલ, જનરલ
  • 8. લીગલ કમિટી, હિન્દીભાષી, ગુર્જર પટેલ
  • 9. મહિલા કમિટી, મિસ્ત્રી, OBC
  • 10. મટીરીયલ કમિટી, પટેલ, જનરલ
  • 11. રેવન્યુ કમિટી, ક્ષત્રિય, જનરલ
  • 12. ટીપી કમિટી, વણિક, જનરલ

12 કમિટીના ચેરમેનની સ્થિતિ

  • જનરલ કેટેગરીમાંથી 8 ચેરમેન
  • OBC કેટેગરીમાંથી 3 ચેરમેન
  • હિન્દીભાષી કેટેગરી 1 ચેરમેન
  • SC - ST કેટેગરીમાં 12 કમિટીઓમાં 0 ચેરમેનપદ
  • 50 ટકા મહિલા અનામત પણ 12 કમિટીઓમાં માત્ર 1 મહિલા ચેરમેન

અગાઉના પાંચ હોદ્દેદારોની નિમણુંક 

  • મેયર - જનરલ જૈન 
  • ડે. મેયર - જનરલ પાટીદાર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જનરલ વણિક
  • દંડક - જનરલ જૈન
  • પક્ષના નેતા - ઓબીસી
  • SC - ST કેટેગરીમાં 0 પદ મળ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news