ઝુકેગા નહિ સાલા! ક્ષત્રિયોએ સરકારને સંભળાવી દીધું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી

Parsottam Rupala : રૂપાલા રાજકોટથી ફોર્મ ભરે એ પહેલાં મધરાત્રે રાજ્ય સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ બેઠક, અઢી કલાક સુધી બેઠક ચાલી પણ ન આવ્યો કોઈ ઉકેલ, રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ, ક્ષત્રિય સમાજ ન માનતા સરકારે ફરી આગેવાનોને ભોજન માટે આમંત્રણ આપ્યું
 

ઝુકેગા નહિ સાલા! ક્ષત્રિયોએ સરકારને સંભળાવી દીધું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી

Gujarat Poltics : સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ છે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પણ કોઈ સમાધાન આવ્યું નથી. સમાજના આગેવાનોએ સરકારને એકસૂરે કહી દીધુ કે, રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાય. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઈએ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મધરાતે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર જોવા મળ્યો. બે વાગ્યા સુધી સરકાર સાથે ગાંધીનગરમાં બેઠક બાદ પણ ક્ષત્રિયો ઝૂક્યા ન હતા. આ બાદ રાતે બે વાગ્યા પછી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં બેઠક યોજાઈ હતી. હવે ગુજરાત હાઇકમાન્ડ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય કરશે. વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર કરાઈ છે. તો બીજી તરફ, આજે રૂપાલાનો ફોર્મ ભરવાનો દિવસ છે. આજે ભવ્ય રેલી અને સભા બાદ રૂપાલા 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે. રૂપાલા નોમિનેશન પહેલાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સભા ગજાવશે. 

બેઠકમાં કોઈ નિવેડો નહિ આવ્યો
પહેલીવાર એવું બન્યું કે, સરકાર અને પાર્ટીએ કોઈ સમાજ સાથે મોડી રાત સુધી બેઠકો યોજી હોય, અને છતા કોઈ નિષ્કર્ષ આવ્યો ન હોય. ક્ષત્રિય સંકલન સમિતિની CM સાથે મોડી રાતે 2 કલાક બેઠક ચાલી હતી. ક્ષત્રિય સંકલન સમિતિ સાથે અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. પરંતુ કોઈ નિવેડો ન આવતા સરકાર તરફથી ફરીવાર બેઠક માટે આમંત્રણ અપાયું છે. બે દિવસમાં ફરી સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક થશે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. સરકારની ચર્ચામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ટસના મસ ન થયા. ત્યારે સરકારે સંકલન સમિતિને ભોજનનું પણ આમંત્રણ આપ્યું છે. 

ક્ષત્રિય સમાજ માંગ પર અડગ 
આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપરાંત હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર સાથે મળેલી બેઠક પૂર્ણ થતાં સમિતિની પ્રતિક્રિયા સામે આવી છે. ક્ષત્રિય સંકલન સમિતિ રૂપાલાની ટિકિટ રદની માગ પર અડગ છે. ક્ષત્રિયોએ બેઠકમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, ક્ષત્રિય સમાજ આજે પણ નહીં અને કાલે પણ સમાધાન નહિ કરે. તો બીજી તરફ, સરકારે પણ કહ્યું કે, રૂપાલાએ ત્રણવાર તો માફી માંગી, હવે તો માફ કરો. 

સરકાર સાથેની બેઠકમાં ક્ષત્રિયોએ રાજકોટનું મહાસંમેલન શાંતિપૂર્વક પૂર્ણ થયું તેનો ઉલ્લેખ કર્યો હતો. સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું કે, સરકાર સાથે રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. રૂપાલાની ઉમેદવારી રદ સિવાય અમને કશું ખપતું નથી. લોકશાહીમાં બેઠકમાં મળવા જવું તે અમારી ફરજ હતી. અમે દિલ્હી હાઈકમાન્ડને અમારી વાત પહોંચાડવા માટે રજૂઆત કરી છે. રૂપાલા સવારે ફોર્મ ભરશે કે નહીં એ વાત સરકારે કરી નથી. આંદોલન પાર્ટ-2 માટે કામે લાગી ગયા છીએ. 19 એપ્રિલ સુધી અમે સરકારના જવાબની રાહ જોઈશું. મહાસંમેલન થયું પછી જ કેમ બોલાવ્યા તે પણ અમે પૂછ્યું. 

પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ..
રાજ્ય સરકાર સાથેની બેઠકમાં સંકલન સમિતિ રૂપાલા મામલે અડગ જોવા મળી. કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું કે, રૂપાલાની ટિકિટ કટ નહીં થાય તો સમાધાન નહીં કરીએ. ક્ષત્રિય સમાજનો એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. સરકારે રૂપાલાને માફી આપવા અમને કહ્યું પણ સમાજ તૈયાર નથી. પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી છે. 

સરકારે ફરી બેઠક માટે આપ્યું આમંત્રણ
આમ, રાજ્ય સરકારનું ફરીથી ક્ષત્રિય સંકલન સમિતિને ફરી આમંત્રણ અપાયું છે. 2 દિવસ બાદ ફરીથી રાજ્ય સરકાર સાથે ફરી બેઠક થઈ શકે છે. રાજ્ય સરકારનું ફરીથી ક્ષત્રિય સંકલન સમિતિને આમંત્રણ અપાયું છે. સરકાર સાથે અઢી કલાક સુધી સંકલન સમિતિની બેઠક તો ચાલી, પણ કોઈ નિવેડો આવ્યો નથી. જેથી સંકલન સમિતિને સરકારે ભોજન માટે આમંત્રણ આપ્યું છે.

મધરાતે રૂપાલાનું ટ્વીટ 
એક તરફ મધરાત્રે રૂપાલાનું ટ્વીટ અને બીજી બાજુ મળી બેઠક કંઈ અજીબ સંયોગ સર્જાયો હતો. મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. મોડી રાત્રે 1.48 કલાકે પરસોત્તમ રૂપાલાએ ટ્વીટમાં લખ્યું કે, રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે.  4 જૂનના રોજ ભાજપ 400 પાર કરવા જઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news