આ અહેવાલને અવગણતા નહીં, રાજ્યની ખાનગી શાળાઓમાં RTEમાં પ્રવેશ મુદ્દે મોટા સમાચાર
પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વાલીઓએ ફરી એકવાર સ્કૂલ પસંદગી કરવાની રહેશે. જે વાલીઓ સ્કૂલ પસંદગી બદલવા માગતા હોય અથવા જે શાળામાં જગ્યા ઉપલબ્ધ હોય એવા સ્કૂલની પસંદગી કરી શકશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મામલે એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. આરટીઇના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર એવા જ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેના શાળાઓની પુનઃ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વાલીઓએ ફરી એકવાર સ્કૂલ પસંદગી કરવાની રહેશે. જે વાલીઓ સ્કૂલ પસંદગી બદલવા માગતા હોય અથવા જે શાળામાં જગ્યા ઉપલબ્ધ હોય એવા સ્કૂલની પસંદગી કરી શકશે. 12 મેથી 14 મે દરમિયાન RTE ના વેબપોર્ટલ પર જઈ શાળાની પુનઃ પસંદગી મેનૂના માધ્યમથી લોગીન કરી શાળાની પુનઃ પસંદગી કરવાની રહેશે.
પસંદગીના ક્રમ મુજબ શાળાની પસંદગી કરી અરજી સબમિટ કરી પ્રિન્ટ મેળવી રાખવા લેવાની રહેશે. જે વાલી પુનઃ પસંદગીની પ્રક્રિયા નથી કરતા તો એમણે અગાઉ પસંદ કરેલી શાળાઓ જ માન્ય રાખી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલના રોજ જાહેર થયેલા RTE ના પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે