BIG Breaking: અમદાવાદ સહિત ગુજરાતના 11 જિલ્લાઓમાં આવતીકાલે શાળાઓ બંધ, ચક્રવાતને પગલે લેવાયો મોટો નિર્ણય
Cyclone Biparjoy: જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલ(16/6/2023)ના રોજ બંધ રહેશે.
Trending Photos
Cyclone Biparjoy: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વાવાઝોડાને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલ(16/6/2023)ના રોજ બંધ રહેશે.
રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ
વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે. અમદાવાદ ગ્રામ્ય સહિત બોટાદ, નવસારી, ખેડા- આણંદની તમામ સ્કૂલો બંધ રહેશે.
બનાસકાંઠાની તમામ શાળાઓ રહેશે બંધ
વાવાઝોડાની અસરને કારણે 16 અને 17 જૂને બનાસકાંઠાની તમામ શાળાઓ બંધ રહેશે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
પાટણ વહીવટી તંત્ર પણ સાવચેત પાટણની શાળા-કોલેજો 17 જુન સુધી રહેશે બંધ, 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ, પાટણ જિલ્લા કલેકટરે જાહેર કર્યો પરિપત્ર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે