બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે! બાળકોને પ્રવાસમાં મોકલો તો આ સ્કૂલને આ સવાલો જરૂર કરો

Vadodara Boat Tragedy : સ્કૂલ સંચાલકોએ પ્રવાસ યોજવાના 9 નિયમોને નેવે મુક્યા; બાળકોની સેફ્ટીથી લઈ શિક્ષણાધિકારીની મંજૂરી લેવાની દરકાર પણ ન લીધી
 

બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે! બાળકોને પ્રવાસમાં મોકલો તો આ સ્કૂલને આ સવાલો જરૂર કરો

Vadodara News : પિકનિક પર હોંશેહોંશે ગયેલા બાળકોને પાણીમાં જ મોત આવ્યુ હતું. વાલીઓ પોતાના બાળકોને માટે સ્કૂલ પર રાહ જોઈને બેસ્યા હતા, પરંતુ તેમને શું ખબર હતી કે, તેમના બાળકો પિકનિક પરથી મોતની ચાદર લપેટીને આવશે. આ બોટકાંડમાં જેટલી ભૂલ સરકાર અને તંત્રની છે તેટલી જ ભૂલ શાળાની છે. બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે. બાળકોને સાચવવાની જવાબદારી શાળાની છે. જે જવાબદારી સાથે શાળા બાળકોને પિકનિક પર લઈ જાય છે તેટલી જ જવાબદારી સાથે તેમને પાછા લાવવાની પણ છે. બોટમાં આટલા બધા બાળકોને બેસાડી જ કેવી રીતે શકાય તે જોવુ ત્યા હાજર શિક્ષિકાનું કામ હતી, જે તેમને કર્યું નહિ. એક વાલી તરીકેની તમે પણ તમારી જવાબદારી ચૂકી જાઓ છો. જો તમારા બાળકને તમે સ્કૂલ પિકનિક પર મોકલો છો, તો માત્ર રૂપિયા આપીને છુટ્ટા ન થઈ જાઓ. બાળક ક્યાં જાય છે, સ્કૂલ કેવી રીતે લઈ જશે અને ત્યા શું શું કરાવશે, ત્યા સેફ્ટી હશે કે નહિ તે જાણવું તમારી ફરજ છે. તમે તમારા બાળકે સ્કૂલ પિકનિક પર મોકલો છો તો આવા અનેક સવાલો શાળાને કરો, તમને યોગ્ય ખાતરી પડે તો જ પિકનિક પર મોકલો. 

એક સમય એવો હતો જ્યારે સ્કૂલ સંચાલકો હેરિટેજ સ્થળ, બાગ બગીચા, મંદિરોમાં સ્કૂલ પિકનિકે લઈ જતા હતા, જેથી બાળકોને જ્ઞાન મળી રહે. પરંતુ હવેની મોર્ડન શાળાઓ બાળકોને એડવેન્ચર પાર્ક, રિસોર્ટ જેવી જગ્યાઓ પર પિકનિક પર લઈ જાય છે. હજી ગત અઠવાડિયે જ જુનાગઢની એક શાળાની પિકનિકમાં વોટર રાઈડમાં એક બાળકીનું મોત નિપજ્યુ હતું. 

તમારા બાળકોને પિકનિક પર મોકલતા પહેલા આ ધ્યાન રાખો
- સ્કૂલ પિકનિક કેટલા દિવસની છે
- પ્રવાસમાં કઈ કઈ એક્ટિવિટી કરાવવાના છે
- પ્રવાસના સતત અપડેટ પેરેન્ટ્સને વોટ્સએપમાં મળતા રહે તેવુ સ્કૂલને જણાવો
- બાળકો સાથે કેટલા સર અને મેડમ જશે
- બાળકોને જે જગ્યાએ લઈ જવાના છે ત્યાં સેફ્ટી કેવા પ્રકાની છે 

શું તમને ખબર છે કે સ્કૂલ પ્રવાસ મોકલવા માટેના સરકારના કેટલાક નિયમો છે. શિક્ષણ વિભાગે આ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી છે જે મુજબ પ્રવાસનું આયોજન કરવામાં આવનાર છે. તમામ શાળાઓએ તેનું પાલન કરવાનું હોય છે. વડોદરા બોટકાંડમાં શાળાના સંચાલકોએ 22 નિયમોમાઁથી 10 નિયમોમાં બેદરકારી દાખવી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

સરકારી નિયમ મુજબ, શક્ય હોય તો સૂર્યાસ્ત બાદ અથવા રાત્રિ મુસાફરી ન કરવાની સૂચના છે. પ્રાથમિક સ્કૂલા વિદ્યાર્થીઓ હોય તો 7.00 કલાક, માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો 8.00 વાગ્યા સુધી અને કોલેજના વિદ્યાર્થીઓ હોય તો રાત્રે 10.00 વાગ્યા સુધી રોકાણના સ્થળે પહોંચી જવું. 

વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરવું. સાથે જ પ્રવાસમાં ઉપયોગમાં લેવામાં આતા વાહનનું પણ આરટીઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ રેકોર્ડ છે કે નહિ તે તપાસવું. 

વાહનમાં ફાયર સેફ્ટી, સેફ્ટીના સાધન, ફર્સ્ટ એઈડ કીટ પૂરતા પ્રમાણમાં હોવા જોઈે. તેમાં પૂરતી તાલીમ અને જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉથી આપી રાખવી. કોઈ પણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે નક્કી કરવું. 

વિદ્યાર્થીઓને તેમના પ્રવાસની તમામ માહિતી હોવી જોઈએ, તેમને પ્રવાસ માટેનું યોગ્ય માર્ગદર્શન પહેલા જ આપી દેવું જોઈએ. 

શાળા પ્રવાસની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપવાની. તેમજ પ્રવાસની જાણ સ્થાનિક પ્રાદેશક વાહન વ્યવહાર કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news