મહાકૌભાંડ: ડોક્ટર બનો કે વૈજ્ઞાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય જે ડિગ્રીનું સર્ટિફિકેટ માંગો તે મિનિટોમાં તૈયાર

શહેરની સાયબર ક્રાઇમે ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરી ખોટી માર્કશીટો ડીગ્રી સર્ટીફીકેટના આધારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આપનાર નાસતા ફરતા મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. જેની તપાસમાં દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન રજીસ્ટેશન કરાવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. કોણ છે આ આરોપી અને કેવી રીતે આચરવામાં આવતું હતું બોગસ ડિગ્રીનું કૌભાંડ જાણીને ચોંકી ઉઠશો.
મહાકૌભાંડ: ડોક્ટર બનો કે વૈજ્ઞાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય જે ડિગ્રીનું સર્ટિફિકેટ માંગો તે મિનિટોમાં તૈયાર

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરની સાયબર ક્રાઇમે ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરી ખોટી માર્કશીટો ડીગ્રી સર્ટીફીકેટના આધારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આપનાર નાસતા ફરતા મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. જેની તપાસમાં દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન રજીસ્ટેશન કરાવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. કોણ છે આ આરોપી અને કેવી રીતે આચરવામાં આવતું હતું બોગસ ડિગ્રીનું કૌભાંડ જાણીને ચોંકી ઉઠશો.

અતનું પાત્રા અને સુધાકર ઘોષ નામના બે આરોપીએ આટલું મોટુ કૌભાંડ આચર્યું છે. જેને સાયબર ક્રાઇમને સાયબર છેતરપિંડી ગુનામાં વેસ્ટ બંગાળથી ધરપકડ કરી છે. પકડાયેલ બન્ને આરોપીઓ સંદર્ભે સાયબર ક્રાઈમને દોઢ વર્ષ પહેલાં ફાર્મસી ઓફ કાઉન્સિલ તરફથી ફરિયાદ મળી હતી કે તેમની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી થઈ રહી છે. જેનો ખુલાસો આર કે યુનિવર્સીટીના ફેક સર્ટિફિકેટના આધારે થયો હતો. જેની તપાસ કરતા અગાઉ સાયબર ક્રાઇમેં મૃગાંક ચતુર્વેદી નામના શખ્સની ધરપકડ કરી હતી. જે કેસની તપાસ ચાલુ હતી. જેમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. અને મોટા સાયબર ક્રાઈમના ગુણનો પર્દાફાશ થયો છે. બાદમાં આ કેસની ગંભીરતા જોઈ સાયબર ક્રાઇમે વધુ તપાસ કરતા વેસ્ટ બંગાળનું સ્થળ મળતા સાયબર ક્રાઇમે અતનું અને સુધાકર બે આરોપી પકડી તપાસ શરૂ કરી. જેની તપાસમાં આરોપીઓ વેબ સાઇટ હેક કરવાનું કામ કરતા. જેઓએ 108 વેબસાઈટ હેક કરી ચેડા કરી હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી કે આ આરોપીઓ વેબ સાઇટ હેક કરી ઓનલાઇન એન્ટ્રી બદલી આર્ટિફિકેટ બનાવતા. જે કૌભાંડમાં આરોપીઓ સાથે રજિસ્ટ્રાર પણ સંડોવાયેલા હતા. કેમ કે ત્યાં ઇમેઇલ થાય જે ડીલીટ કરી યુનિવર્સીટીને જાણ ન થાય તે રીતે સર્ટિફિકેટની વિગત આપવામાં આવતી. જેમાં પોસ્ટના કર્મચારી મળેલા હોવાનું સામે આવ્યું. જેથી લેટર યુનિવર્સીટી સુધી પહોંચતા ન હતા અને યુનિવર્સીટીને ગુનાની જાણ થતી ન હતી. જોકે આરોપીઓની વધુ ન ચાલી અને તેઓ પોલીસ ગિરફતમાં આવી ગયા. જે આરોપીઓ પાસેથી પોલીસે 3 મોબાઈલ અને 3 લેપટોપ પણ કબજે કર્યા છે.

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ વેબસાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેઓએ ભારતની 108 યુનિવર્સીટીની વેબ સાઇટ હેક કર્યાના નામ ખુલ્યા છે. તો 84 ડિગ્રી કે જેના ફેક સર્ટિફિકેટ બનાવ્યા તેના નામ સામે આવ્યા છે. તો 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ફેક એન્ટ્રી કરાઇ છે. જે ફેક એન્ટ્રી કે સિટીફીકેટ બનાવવા માંગતા હોય તો તેમને 5 થી 10 લાખ કોટેશન આપવામાં આવતું હતું. અને તેમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની 30 વિધાર્થીઓના ડેટા મળી આવ્યા જેઓએ ફેક સર્ટિફિકેટ બનાવ્યા છે. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી. જે કેસમાં મૂળ સુધી પહોચવા માટે જે એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં GTUના ઇંટર્ન નિસર્ગ અને પ્રોફેસર દિપક શર્મા અને સાયબર ટીમની મદદથી કેસ સોલ્વ કરવામાં ખૂબ મદદ મળી હતી. 

પકડાયેલ બન્ને આરોપીઓનો અભ્યાસ એટલો ખાસ નથી. પણ તેઓ સાયબર હેકિંગથી વાકેફ હતા અને પુરી પેનલ મળી કામ કરતા. જેથી કોઈને તેમના પર શંકા ન જાય. અને વેબ સાઇટ હેક કરી ગમે તે ડેટામાં ચેડા કરતા. જે ઘટના વધુ આરોપીઓ પકડાય તેવી શકયતા છે. જેને લઈને સાયબર ક્રાઈમ અન્ય આરોપીઓની તપાસમાં લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news