ગુજરાતમાં વધુ એક ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે કરી 3 આરોપીની ધરપકડ

આદિવાસી વિસ્તારમાં ફરી એક વાર ડુપ્લીકેટ નોટો ઘુસાડવાના ષડયંત્ર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોઢા ગામ ખાતે મહારાષ્ટ્રના નાસિકથી ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહયુ હતું

ગુજરાતમાં વધુ એક ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે કરી 3 આરોપીની ધરપકડ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નાસિકથી ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું વધુ એક કૌભાંડ વલસાડ જિલ્લા પોલોસે ઝડપી પાડ્યું છે. કલર ઝેરોક્ષ અને પ્રિન્ટરની મદદ વડે ડુપ્લીકેટ નોટો છાપી આદિવાસી વિસ્તારની ભોળી પ્રજાને છેતરવા આવેલા 3 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કોણ છે આ લોકો અને કઈ રીતે ચલાવતા હતા આ સમગ્ર રેકેટ આવો જાણીએ.

આદિવાસી વિસ્તારમાં ફરી એક વાર ડુપ્લીકેટ નોટો ઘુસાડવાના ષડયંત્ર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોઢા ગામ ખાતે મહારાષ્ટ્રના નાસિકથી ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહયુ હતું. જેની બાતમી વલસાડ જિલ્લા SOG પોલીસને મળતા SOG પોલીસ દ્વારા ડુપ્લીકેટ નોટ ના આ ષડયંત્રને પકડવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પોલીસ નકલી ગ્રાહક બની ડુપ્લીકેટ નોટ આપવા આવેલા કપરાડા તાલુકાના 2 અને નાસિકના 1 યુવકને ઝડપી પાડ્યો હતો. સાથે પોલીસ દ્વારા 1094 ડુપ્લીકેટ નોટ જેની કિંમત 5.47 લાખ રૂપિયા જપ્ત કરી. પોલીસ દ્વારા નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી નાસિકના એક યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

નાસિકથી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેને લઈ પોલીસ દ્વારા 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SOG દ્વારા પકડવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા આ નોટ નાસિક ખાતે બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. 

સાથે આરોપીઓ દ્વારા ઓરીજનલ નોટને કલર ઝેરોક્ષ કરવામાં આવતું હતું અને આ કલર ઝેરોક્ષ નોટને અંતળિયા વિસ્તારના લોકોને સમજ ન પડતી હોવાથી ત્યાંના લોકોને અડધી કિંમતે આપતા હોવાથી લોકો વધુ પૈસાની લાલચમાં ભોળવાઈ જતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓની વાત કરીએ તો યુવરાજ વળવી રહે. નાસિક, ઈશ્વરભાઈ રાબડે રહે. બામણવાળા કપરાડા અને મોહજીભાઈ વરઠા રહે. કેતકી ગામ કપરાડા આ તમામ આરોપીઓને SOG ની ટીમે 5.47 લાખ રૂપિયાના રૂ. 500 ના દરની ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. કૌભાંડનો મુખ્ય આરોપી 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો:- 

આદિવસી વિસ્તારમાં ચાલતા ડુપ્લીકેટ નોટના રેકેટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પકડવામાં આવેલા 3 જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news