જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો

છેલ્લાં 65 વર્ષથી અડીખમ ઊભેલ ભાદર ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે, ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપવામાં આવતા જ લોકોમાં ખુશી છવાઈ

જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો

રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ૧ ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર (saurastra) માં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રી હતી. આખરે ભાદર ડેમ (bhadar dam) આજે ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપવામાં આવતા જ લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. ડેમના ઈજનેર દ્વારા ડેમના બે દરવાજા અડધો ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો દ્વારા તેના વધામણા કરવામાં આવ્યા હતા. 

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત

વર્ષ 1954 માં 454.74 લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે. છેલ્લાં 65 વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે. અને હાલ ભારે વરસાદને પગલે 23મી વાર ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા 46 ગામોની 36842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે.

ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સારી રહેતા આજે વહેલી સવારે ઈજનેર દ્વારા અધિકૃત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ડેમને ઓવરફ્લો થતા તમામ દરવાજાઓ વારાફરતી ખોલ બંધ કરી ચેક કરવામાં આવ્યા હતા. તેના બાદ ડેમ પર હાલ દર કલાકે ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ડેમના ૨ દરવાજાને અડધો ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news