તમે સૌરાષ્ટ્રના આ વર્ષના લોકમેળાને શું નામ આપશો? તંત્રએ મંગાવ્યા સૂચનો
Gujarat Festivals : સૌરાષ્ટ્રમાં બે વર્ષ બાદ લોકમેળા માટેની મંજૂરી મળતા તેનો ધમધમાટ શરૂ થયો છે, લોકોની સાથે વેપારીઓમાં પણ આશા જાગી છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાની તૈયારીઓ શરૂ : 244 સ્ટોલમાં ખાણી-પીણી, નાની યાંત્રિક રાઈડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર
Trending Photos
- મોટી યાંત્રિક રાઈડ્સની આવતીકાલે થશે હરાજી
- રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા માટે કલેક્ટરના હસ્તે ૨૪૪ સ્ટોલ્સની ફાળવણી
- કમ્પ્યુટરમાં સોફ્ટવેર મારફત ડ્રો સિસ્ટમથી સ્ટોલ અપાયા
- લોકો મેળો માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે તંત્રને માર્ગદર્શન આપ્યું
ગૌરવ દવે/ રાજકોટ :સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આજે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે કમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને ૨૪૪ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે પાંચ કેટેગરીમાં ૧૭૪૯ અરજીઓ આવી હતી. જેની સામે ૨૪૪ સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરાજી કરવામાં આવશે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેરના માધ્યમથી સ્ટોલ્સની ફાળવણી માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સ્ટોલ્સ માટે અરજી કરનારા અરજદારોની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો.
લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવાળા
- સૌથી વધુ ૧૫૬૩ અરજીઓ રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં ૧૭૮ સ્ટોલ્સ ફાળવાયા છે.
- નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં ૭૭ અરજીઓ સામે ૧૪ સ્ટોલ્સ ફાળવાયા છે.
- મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં ૪૮ અરજીઓ સામે ચાર સ્ટોલ્સ ફાળવાયા છે.
- નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં ૩૯ અરજીઓ સામે ૨૮ સ્ટોલ્સ ફાળવાયા છે.
- નાની ચકરડી૨-૨ માટેની કે-કેટેગરીમાં ૨૨ અરજીઓ સામે ૨૦ સ્ટોલ્સ ફાળવાયા છે.
આ પણ વાંચો : પોલીસવડા પોતાના જ અધિકારીઓને દારૂ પીતા ન રોકી શક્યા, વલસાડમાં પોલીસ પીધેલી પકડાઈ
લોકમેળાનું નામ રાજકોટવાસીઓ આપશે, નામ મંગાવ્યા
ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરે લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ્સ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલ્સની ફાળવણી હવે પછી થશે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં 700 થી વધુ અરજીઓ આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે