પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પણ પત્નીની ક્રુરતા : ગુજરાતની ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો
Husband Wife Divorce : પતિના ભાભી સાથેના સંબંધો પર શઁકા કરીને પતિને માનસિક ત્રાસ આપતી પત્નીને સુરત ફેમિલી કોર્ટની લપડાક, પતિને ચૂકવો ભરણપોષણ
Trending Photos
Surat Family Court : કેટલીકવાર એવા ચૂકાદા સામે આવે છે તમને પણ નવાઈ લાગશે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો એટલા જટીલ હોય છે કે એનો ચૂકાદો કોર્ટમાં જ થાય છે. પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પણ પત્નીની કૂરતા જ ગણાય. સુરત ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ રાજદિપસિંહ દેવધરાએ થાણે મહારાષ્ટ્રની પત્ની સામે છેલ્લાં આઠ વર્ષોથી કાનૂની જંગ છેડીને છૂટાછેડા મેળવવા કોર્ટે ચઢેલા પતિને ન્યાય આપ્યો છે. ફેમિલી કોર્ટે મહારાષ્ટ્રની કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રૂપિયા 4 હજારનો ભરણ પોષણનો હુકમ પણ ચાલુ રાખ્યો છે.
પતિના ભાભી સાથે સંબંધ હોવાના પત્નીએ આક્ષેપ લગાવ્યા
આ કેસની વિગતો એવી છે કે, સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રાહુલના લગ્ન તા.14-5-06ના રોજ મહારાષ્ટ્ર થાણેમાં રહેતી સંગીતા સાથે થયા હતા. લગ્નજીવનથી દંપત્તિને ત્યાં ચાર બાળકોનો જન્મ થયો હતો. દાંપત્ય જીવનના થોડા જ સમયગાળામાં સંગીતાબેન અને રાહુલ વચ્ચે કડવાશ વધી હતી. પત્ની પતિના પોતાની સગી ભાભી સાથે સંબંધો હોવાના બહાને પ્રતાડિત કરતી હતી. આ સિવાય પતિ રાહુલને લગ્નજીવનના હક્કો ભોગવવા દેવાની પણ પત્ની સંગીતાબેન સહમતી આપતા નહોતા. આમ છતાં પતિએ પત્નીને સમજાવી સારને બચાવવા અનેક પ્રયત્નો કરવા છતાં પિયરમાં લગ્નના બહાને સંગીતા પોતાના બાળકોને પતિના હવાલે છોડીને મહારાષ્ટ્ર ચાલી ગયા હતા. આમ 4 બાળકોની મા બન્યા છતાં સંગીતા એક પતિની પત્ની બની શકી નહોતી.
આ પણ વાંચો :
પતિને શારીરિક માનસિક ત્રાસ આપવાની પત્નીની ક્રુરતા
આ મામલે પતિએ વર્ષ-2015માં પત્નીની ક્રુરતા બદલ છુટાછેડાનો દાવો સુરત ફેમીલી કોર્ટમાં કર્યો હતો. જેમાં પત્ની સંગીતાબેને હાજર થઈને પોતાના પતિ તથા વિધવા ભાભી વચ્ચે આડાસંબંધના કારણે ઘરમાંથી કાઢી મુકી હોવાનો આક્ષેપ મુક્યો હતો. જેથી બંને પક્ષકારોની સુનાવણી બાદ કોર્ટે પત્ની સંગીતાબેને પતિ રાહુલના ચારિત્ર્ય પર કરેલા આધારહિન આક્ષેપો ખોટો હોવાનું માન્યું હતુ. તેવા ખોટા કારણોસર ઝઘડો કરીને પતિને શારીરિક માનસિક ત્રાસ આપવાની પત્નીની ક્રુરતા ગણીને પતિની છુટાછેડાની માંગ પર કોર્ટે મંજુરીની મહોર મારી હતો.
પત્ની તેના પતિને આપશે ભરણપોષણ
આ કેસમાં પત્ની સંગીતાએ પાછળથી મહારાષ્ટ્ર-થાણેની કોર્ટમાં કરેલી ભરણ પોષણની માંગ હાલ પેન્ડીંગ હોઈ સુરત ફેમીલી કોર્ટે તેનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી પતિના છુટાછેડાના દાવામાં પત્નીની વચગાળાની ભરણપોષણ પેટે માસિક રૂપિયા 4 હજાર ચુકવવાનો હુકમ યથાવત્ રાખ્યો છે. આમ પતિ પર ખોટી શંકા કરીને તેને હેરાન કરવો એ પણ એક ક્રૂરતા હોવાનું કોર્ટે માન્યું છે. ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે આ જ કારણોસર સંબંધો બગડતા હોય છે. પત્ની કારણ વિના પતિ પર શંકા કરતી હોય છે. બધા કેસો સમાન નથી હોતા પણ ઘણીવાર પતિઓ પર શંકા કરીને ઘરમાં કંકાસ કરતી હોય છે. આમ કારણોવિના બંને વચ્ચે સારા સંબંધો રહેતા નથી અને તેની અસર ફેમિલી અને બાળકો પર પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે