યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! મોડેલિંગમાં કામ આપવાનું કહીને અભદ્ર તસવીરો વાયરલ કરી

આરોપીએ અમદાવાદની એક રૂપાવન પરિણીત મહિલાને ખોટા સપના બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ગત માર્ચ મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી. 

યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! મોડેલિંગમાં કામ આપવાનું કહીને અભદ્ર તસવીરો વાયરલ કરી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની પરિણીતાને મોડેલિંગમાં કામ આપવાનું કહીને મિત્રતા કેળવી પરણિતાના બિભત્સ ફોટો વિડીયો વાયરલ કરનાર યુવકની સરખેજ પોલીસે ઓડિસાથી ધરપકડ કરી છે.

સરખેજ પોલીસની ગીરફ્તમાં દેખાતા શખ્સનું નામ કિશોર મોહંતી છે, જે મૂળ ઓડિશાના વતની છે અને અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી છે. આ આરોપીએ અમદાવાદની એક રૂપાવન પરિણીત મહિલાને ખોટા સપના બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ગત માર્ચ મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી પરિણીત મહિલાને રીષભ નામ ધરાવી આઈડી વાપરનાર આ આરોપી સાથે પરિચય થયો, પરિણીતાને મોડેલિંગમાં રસ હોવાનું જાણીને આરોપીએ પોતે મોડેલિંગ ક્ષેત્રે મુંબઈમાં જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પરિણાનો નંબર મેળવી ફોટા વાતચીત શરૂ કરી હતી. જે બાદમાં આરોપીએ પરિણીતાને પતિને છોડીને પોતાની સાથે મુંબઈ આવી જવા જણાવ્યું હતું. 

જોકે પરિણીતાને પતિને છોડવાની ના પાડતા આરોપીએ પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. બાદમાં તે પરિણીતાને વિડીયો કોલ કરી ધમકીઓ આપી બિભત્સ માંગણીઓ કરતો હતો, પરિણીતા ના પાડે તો પતિ અને સંબંધીઓને વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ મોકલવાની ધમકીઓ આપીને પોતાની તમામ માંગણીઓ પુરી કરતો હતો.

જોકે કંટાળીને થોડા સમય બાદ પરિણીતાએ આરોપીની માંગણીઓ પુરી કરવાની બંધ કરી દેતા તેણે પરિણીતાના બિભત્સ ફોટો અને વિડીયો તેના પતિ અને સંબંધીઓને વ્હોટ્સએપ પર મોકલી દીધા હતા. એટલામાં ન અટકી આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પરિણીતાને ફોટો મુક્યો હતો. જેમાં તેની બદનામી થાય તેવુ લખાણ લખી તેમજ પરિણીતાનો ફોન નંબર મુક્યો હતો. થોડા દિવસો પછી આરોપીએ વધુ એક ફેક આઈડી ઈન્સ્ટાગ્રામ પર બનાવી તે આઈડીથી પરિણીતાને મેસેજમાં બિભત્સ ગાળો આપી ધમકીઓ આપીને રિચાર્જ કરાવડાવ્યું હતુ. 

જે બાદ અલગ અલગ સમયે પરિણીતા પાસેથી 4,10,600 રૂપિયા એમ ટ્રાન્સફર કરાવ્યા હતા. અંતે પરિણીતાએ આરોપીની રૂષભ નામની આઈડી બ્લોક કરી નાખતા તેણે તેના પતિને વ્હોટ્સએપ કરી અને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પરિણીતાએ 18મી માર્ચ 2024 ના રોજ ઉંદર મારવાની ગોળીઓ ખાઈને આપધાતનો પ્રયાસ કર્યો હતો.

અંતે આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં છેડતી, ખંડણી અને ધમકીઓ આપવા મામલે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સામેલ આરોપીના મોબાઈલ નંબરનું લોકેશન મુંબઈમાં બતાવતુ હોવાથી સરખેજ પોલીસની ટીમ મુંબઈ પણ જઈ આવી હતી. પરંતુ ત્યા મળી આવ્યો ન હતો. જોકે અંતે આરોપી ઓડીસા રાજ્યના ભુવનેશ્વર સિટી વિસ્તારની બાજુમા આવેલા દારૂખેંડા ખાતે DLF સાયબર સિટી ખાતે નોકરી કરતો હોવાની જાણ પોલીસને થતા તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીએ આ રીતે અન્ય યુવતીઓને પણ શિકાર બનાવી હોય તેવી આશંકાના આધારે સરખેજ પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news