બાયડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ, પોલીસ સ્ટેશનની અંદર એક વ્યક્તિએ કથિત ચોરીના આરોપીને માર માર્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો બાયડના સાંઠબા પોલીસ સ્ટેશનનો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. 

બાયડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ, પોલીસ સ્ટેશનની અંદર એક વ્યક્તિએ કથિત ચોરીના આરોપીને માર માર્યો

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોલીસ સ્ટેશનમાં કથિત ચોરને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઇક ચોરીના આરોપમાં આ કથિત ચોરને જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ત્યાં એક વ્યક્તિ બહારથી પહોંચે છે અને આ કથિત આરોપીઓને માર મારે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. 

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો બાયડના સાંઠબા પોલીસ સ્ટેશનનો છે. વાયરલ વીડિયો પ્રમાણે બાઇક ચોરીના કથિત ચોરને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. ત્યારે ત્યાં એક ખાનગી વ્યક્તિ પહોંચે છે અને આ કથિત આરોપીઓને માર મારે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે ત્યારે ત્યાં બહારની અજાણી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 21, 2022

પરંતુ અહીં એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યારે ત્યાં પોલીસકર્મીઓ પણ હાજર હોય છે. આ પોલીસકર્મીઓની હાજરીમાં તે વ્યક્તિ કથિત ચોરને માર મારે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. અહીં જ કથિત ચોરને માર મારવામાં આવતા કાયદાનો ભંગ થયો છે. આ વ્યક્તિ કથિત ચોરને માર મારીને બહાર પણ નિકળી જાય છે. પરંતુ પોલીસ કંઈ કરતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news