સાણંદ: લવ ટ્રાઇએંગલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી અને પ્રેમીકાની ધરપકડ

સાણંદમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ધર્મેદ્ર સિંહ ઝાલા નામના વ્યકિતની હત્યાનો ભેદ સાણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી અંકિત પટેલ સાથે તેની પ્રેમિકા મુન્નીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે લવ ટ્રાઈ એંગલ પ્રેમમાં હત્યા થયા હોવાનુ સામે આવ્યુ છે.

સાણંદ: લવ ટ્રાઇએંગલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી અને પ્રેમીકાની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: સાણંદમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ધર્મેદ્ર સિંહ ઝાલા નામના વ્યકિતની હત્યાનો ભેદ સાણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી અંકિત પટેલ સાથે તેની પ્રેમિકા મુન્નીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે લવ ટ્રાઈ એંગલ પ્રેમમાં હત્યા થયા હોવાનુ સામે આવ્યુ છે.

અંકિતે પ્રેમ પ્રકરણમાં સાણંદ મુક્તિધામ પાસે રવિવાર રાતે ધર્મેદ્ર સિંહ ઝાલા નામના યુવકને માથાના ભાગે લાકડાના ફટકા મારીને મોતના ઘાટ ઉતારી દીધો હતો. નોંધનીય છે કે, મરનારના ઢાબા પર મુન્ની નામની વિધવા મહિલા રોટલી બનવાનું કામ કરતી હતી. મુન્ની અને ધર્મેદ્ર સિંહ પરિચયમાં આવ્યા હતા તે દરમ્યાન આરોપી અંકિત પટેલ જે ટ્રક ચલાવતો હતો તે પણ છેલ્લા 3 વર્ષથી મુન્નીના પ્રેમમાં હતો અને જેને લઈને ધર્મેદ્ર સિંહ વારંવાર મુન્નીને અંકિત સાથે સબંધ તોડી નાખવાનું કહેતો હતો. અને તેને લઈને વારંવાર બોલાચાલી પણ થતી હતી.

અમદાવાદ: કરોડોની દાણચોરીનું પ્લાનિંગ ફેલ, એરપોર્ટ પરથી ઝડપાયું 24 કિલો સોનું

પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે, મૃતક વારંવાર મુન્નીને અંકિત પટેલ સાથે સંબધ નહિ રાખવાનું કહેતા મુન્ની ઢાબા પર રોટલી બનવાનું પણ બંધ કરી નાખ્યું હતું. રવિવાર રાતે મુન્ની અને ધર્મેદ્ર સિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને મુન્ની પોતાના પ્રેમી અંકિત પટેલને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા અંકિત પટેલે ધર્મેદ્ર સિંહ ઝાલાનો કાટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.

નોંધનીય છે કે હાલ તો પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે ત્યારે ખરેખર આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news