લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે

લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરડેરી દ્વારા 258 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ બાકીનો ભાવ ફેર સાબરડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવશે. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં પણ વિલંબ થયો હતો.

સાબરડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ બાદ સાબર ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની મીટીંગ બોલાવી હતી અને જેમાં 9 મહિનાના નફાનું ધોરણ નક્કી કરી અને 258 કરોડ રૂપિયા હાલ પૂરતા પશુપાલકોને ચૂકવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યું છે.જયારે બાકીના ત્રણ મહિના અને વાર્ષિક ભાવ ફેર સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થયા બાદ નિયામક મંડળ દ્વારા ચૂકવવામાં આવશે. 

સાબરડેરી દ્વારા પશુપાલકોને ઝડપી ભાવ ફેર ચૂકવવામાં આવે તેવી અનેક લોકોએ રજૂઆત કરી હતી. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવ્યો ન હતો પરંતુ સાબરડેરી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ સાબરડેરી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ તો સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પશુપાલકોને ચૂકવવામાં આવશે. ત્યારે સાબરડેરી દ્વારા વર્ષ દરમિયાન 52 લાખ લિટર જેટલું દૈનિક દૂધ સંપાદન કરેલ છે.બીજી તરફ સાબરડેરી દ્વારા 8900 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર કરેલ છે જે ગત ગત સાલની સરખામણીએ 10.36% વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news