વિજય રૂપાણી જશે? સોશિયલ મીડિયા પર અફવાઓ બાદ મનસુખ માંડવિયાએ કરી સ્પષ્ટતા


રાજ્યમાં સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વ પરિવર્તનને લઈને સતત અફવાઓ ચાલી રહી છે. 
 

વિજય રૂપાણી જશે? સોશિયલ મીડિયા પર અફવાઓ બાદ મનસુખ માંડવિયાએ કરી સ્પષ્ટતા

ગાંધીનગરઃ એક તરફ રાજ્ય કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 6600થી વધુ કેસો સામે આવી ગયા છે. બીજીતરફ સોશિયલ મીડિયા પર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. એક વર્ગ દ્વારા સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી રહી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાના છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનવાના છે. હવે આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી છે. 

સોશિયલ મીડિયા પર અફવા શરૂ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થવાનું છે તેવી અફવાઓ ચાલ્યા કરે છે. હાલ ફરી ચર્ચાએ જોર પકડ્યું કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું આવ્યુંછે. આ અફવાને કારણે ચર્ચા થવા લાગી કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવાના છે. પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ બાબતોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થશે નહીં. 

— Mansukh Mandaviya (@mansukhmandviya) May 7, 2020

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ટ્વીટ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે. ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલાવીએ ગુજરાતના હિતોને નુકસાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાઓથી પણ બચે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news