રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડનું કૌભાંડ, ખૂલશે ગુજરાતના મોટા માથાના નામ!
ગુજરાત CIDએ GST ઇન્કમટેક્ષ અને રાજકીય પાર્ટીમાં દાન આપવા હેઠળનું એક હજાર કરોડનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આગળની તપાસમાં ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત CIDએ GST ઇન્કમટેક્ષ અને રાજકીય પાર્ટીમાં દાન આપવા હેઠળનું એક હજાર કરોડનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આગળની તપાસમાં ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
ગુજરાત CIDની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સો એ છે જેને સરકાર સામે એક હજારનું કૌભાંડ કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જેના નામ વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની છે. એ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યા બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતા સાથે જ આરોપીઓએ 1000 કરોડ રાજકીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલીટીકલ પાર્ટી ઓના નામે દાનમાં રકમ મેળવી હતી. જે પોલીટીકલ પાર્ટી ઓના ખાતામાં જમા થયા બાદ પોતાનું મોટું કમિશન લઇ આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને દાન આપનારને રોકડ પરત કરી હતી.
સમગ્ર મામલે CID એ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સામે એ પણ આપ્યું હતું કે ખરીદ-વેચાણ કર્યા સિવાય ફક્ત કાગળ ઉપર GSTના ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા સારૂ. વિવિધ પેઢી ઓના નામે GST નંબર મેળવી, તે આધારે અલગ-અલગ વેપારીઓ માટે સોનું, ચાંદી, વિવિધ પ્રકારના સોફ્ટવેર, સિમેન્ટ વિગેરે ખરીદ્યા વગર ખોટા બનાવટી બીલો બનાવી, પોતે કમિશન લઇ, વેપારીઓ માટે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી, GST/ટેક્સ ચોરી પણ કરાવતા હતા. આ પ્રકારે આ આરોપી છેલા પાંચ વર્ષથી કૌભાંડ આચરતા હોવાનું CIDની તપાસમાં સામે આવ્યું છે.
પાંચ વર્ષમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયું ની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે અમદાવાદના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને આરોપી વિનોદ દરજી અને રવિ પ્રકાશ સોની સીઆઈડી ક્રાઈમે વધુ પૂછપરછ કરતા વધુ આરોપીના નામ સામે આવ્યા હતા. જેમાં ઝહીર મીઠાવાલા રાણા, કંદન મુદલઇ, દિપક ઉર્ફે દીપુ ચોક્સી, રેનીલ પારેખ, ધુલારામ ઉર્ફે ભુરાભાઇ વેદ્યનો સમાવેશ થવા પામ્યો છે.
આ કૌભાંડ માં નાની મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો હોવાનું સામે આવ્યું છે આ સહિત CID ને બીજી 15 રજીસ્ટર્ડ રાજકીય પાર્ટી ઓ ના નામ મળ્યા છે જેના હોદેદારો ને પણ આરોપી તરીકે ફરિયાદ માં દર્શાવવામાં આવ્યા છે. અન્ય કઈ કઈ પાર્ટી ના નામ સામે આવ્યા છે?
૧. રવિ પ્રકાશભાઈ સોની, ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી ગુજરાત અધ્યક્ષ
૨. પ્રધ્યુમનસિંહ ગોહીલ, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર)
૩. મહાવિરસિંહ પરમાર, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર), અધ્યક્ષ
૪. વિજય ચૌહાણ, ટ્રેજરર, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર)
૫. રાષ્ટ્રીય સમતા પાર્ટી ના અધ્યક્ષ, બિહાર
૬. કુણાલ પીઠડીયા રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી અધ્યક્ષ
૭. રોનક સિંહ ગોહિલ, યુવા જનજાગૃતિ પાર્ટી, અધ્યક્ષ
૮. ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ
૯. જીગરભાઈ કોઠીયા, જનતા કોંગ્રેસ પાર્ટી, મુંબઇ, અધ્યક્ષ
૧૦. કેતન પારેખ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અધ્યક્ષ
૧૧. રાષ્ટ્રીય નાગરિક હક્ક પાર્ટી, અધ્યક્ષ
૧૨. એક જુટ અધિકાર પાર્ટી, અધ્યક્ષ
૧૩. આદર્શવાદી પાર્ટી (લોક તાંત્રિક), અધ્યક્ષ
૧૪. ભારતીય રાષ્ટ્રીતંત્ર પાર્ટી, અધ્યક્ષ
૧૫. ભાવેશ શાહ, ગુજરાત નવનિર્માણ સેના, અધ્યક્ષ
સીઆઇડીએ આ તમામ લોકોની વિગતો ઈલેક્શન કમિશન પાસેથી મંગાવીને વધુ તપાસ શરુ કરી છે.
CID એ શું શું તપાસ શરુ કરી છે ?
આરોપીઓએ 1000 કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપિંડી કરે છે. જે ટેક્સ ચોરી કરી છે તે નાણા કબજે કરવાના છે. આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પુછપરછ શરુ કઈ છે આરોપીઓએ અલગ અલગ જીએસટી નંબર મેળવી સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરી હતી? આરોપીઓએ જીએસટી નંબર મેળવવા કયા કયા દસ્તાવેજ રજૂ કર્યા હતા? આરોપીઓએ પોલીટીકલ પાર્ટી કમિશનથી ખરીદવા માટે કોણે કોણે ભલામણ કરી હતી? આરોપીઓ ટેક્ષ બચાવવા બનાવટી બિલ, જીએસટી તથા ઇન્કમટેક્ષ ઓફિસમાં રજૂ કરેલા તે પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર અને એડ્રેસની તપાસ કરવાની છે. પોલીસે રેડ કરી તે સિવાય કઈ જગ્યાએ કૌભાંડ ચાલતું હતું?
CID એ શું શું કબ્જે કર્યું છે?
CID ની રેડ દરમિયાન અલગ- અલગ ટ્રસ્ટ તથા પોલિટિકલ પાર્ટીના નામે રજીસ્ટર્ડ બુક, પાવતીઓ, ચેકબુકો, પાસબુક, ATM કાર્ડ, ટેક્ષ ઓડીટ રિપોર્ટની બુક, લેટરપેડ, ટેક્સ ઇનવોઇસ બીલો, ઇન્કમટેક્ષ રીટર્ન ફોર્મ, ભાડા કરાર, મોબાઈલ સીમકાર્ડ, અલગ-અલગ કંપનીના રબર સ્ટેમ્પ, લેપટોપ નંગ-02, પેન ડ્રાઇવ નંગ-01, તથારોકડ રકમ 80,000 કમ્પ્યુટર, પ્રિન્ટર,પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, પાનકાર્ડ 8 કરોડના ચેક સહિતના દસ્તાવેજો આરોપી પાસેથી મળ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ 1 હાજરના કરોડના કૌભાંડમાં ગુજરાત અને ભારતના 400 લોકો કે પાર્ટી કે કંપનીઓમાંથી પૈસા ટ્રાન્સફર થયાની વિગતો મળતા CIDએ દિશામાં પણ તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે