રાજકોટ શહેરમાં જાહેરમાં ફાયરિંગ કરીને અરાજકતા સર્જનારા નિવૃત PSI નો ભાઇ અને પુત્ર ઝડપાયા

શહેરના માધાપર ચોકડી પાસે ૪ દિવસ પૂર્વે થયેલી ફાયરિંગની ઘટનામાં મુખ્ય 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય બાબતે ડખો કરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવનાર નિવૃત્ત ફોજદારના પુત્ર અને પોલીસમેનના ભાઈ સહિત બે આરોપીને બનાવમાં વપરાયેલા હથિયાર સાથે પોલીસે ઝડપી લીધા છે.
રાજકોટ શહેરમાં જાહેરમાં ફાયરિંગ કરીને અરાજકતા સર્જનારા નિવૃત PSI નો ભાઇ અને પુત્ર ઝડપાયા

રાજકોટ : શહેરના માધાપર ચોકડી પાસે ૪ દિવસ પૂર્વે થયેલી ફાયરિંગની ઘટનામાં મુખ્ય 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય બાબતે ડખો કરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવનાર નિવૃત્ત ફોજદારના પુત્ર અને પોલીસમેનના ભાઈ સહિત બે આરોપીને બનાવમાં વપરાયેલા હથિયાર સાથે પોલીસે ઝડપી લીધા છે.

રાજકોટના માધાપર ચોકડી નજીક બનેલા ફાયરિંગના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ, રેતીનો વેપાર કરતા ચેતન મેણંદભાઇ રાઠોડ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ભાઇ સતિષ ઉર્ફે હિતેશના ટુ વ્હિલ સાથે રોંગ સાઇડમાં ધસી આવેલા છોટાહાથી વાહન શુક્રવારે રાતે અથડાયુ હતું. જેથી સતિષે વાહન જોઇને ચલાવવાનું કહેતા ફોર વ્હિલનો ચાલક બ્રિજરાજસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને ફોન કરી અન્ય શખ્સોને બોલાવ્યા હતા. જ્યાં નિવૃત્ત પીએસઆઇના પુત્ર યુવરાજસિંહ, બ્રિજરાજસિંહ સહિતના પાંચ શખ્સે ડખો કર્યો હતો. 

યુવકે સામુ જોવા બાબતે કહેતા યુવરાજસિંહે તેની જીપ માંથી રિવોલ્વર લઇ આવી સતિષ ઉર્ફે હિતેશને માથામાં રિવોલ્વરનો કુંદો મારી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સરાજાહેર ભડાકા કરી આરોપીઓ ભાગી ગયા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે ગાંધીગ્રામ પોલીસમથકના સ્ટાફે નાસી ગયેલા પાંચ આરોપી પૈકી વીરભદ્રસિંહ જાડેજા, સચિન બાબરિયા અને દીપક બાબરિયાને શનિવારે જ દબોચી લેવાયાં હતા. મુખ્ય સૂત્રધાર જામનગર રોડ પર આવ્યા હોવાની માહિતીના આધારે તુરંત પોલીસ ટીમ ત્યાં દોડી જઇ જામનગર રોડ, વિનયવાટિકામાં રહેતા યુવરાજસિંહ રવુભા ચુડાસમા અને બ્રિજરાજસિંહ સતુભા ઝાલાને ઝડપી લીધા હતા. આરોપી યુવરાજસિંહ ચુડાસમા પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર કબજે કરી હતી. પોલીસે રિવોલ્વરને FSLમાં મોકલી તપાસ તેજ કરી છે.

પોલીસના કહેવા મુજબ, આરોપી યુવરાજ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવીને માથાકૂટ કરી હતી. જોકે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા તેના કાર્ટૂસ પણ પોલીસે કબ્જે કર્યા છે. હાલ તેની પાસે રહેલું હથિયાર પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દિશામાં પણ પોલીસ તપાસ કરવામાં આવશે.

પોલીસે કબજે કરેલી રિવોલ્વર ગેરકાયદેસર હોય ક્યાંથી લીધી, ક્યારે લીધી, અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની દિશામાં પૂછપરછ હાથ ધરાઈ છે. પકડાયેલો યુવરાજસિંહ અગાઉ જામનગર, જોડિયા, રાજકોટ, જેતપુર પોલીસમાં વ્યાજખોર, આર્મ્સ એક્ટ, છેતરપિંડી સહિત સાત ગુનામાં અને બ્રિજરાજસિંહ આગાઉ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ફાયરિંગ કરવા પાછળ સામાન્ય બાબતનો ઝઘડો જ જવાબદાર હતો કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news