ધોરણ-12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 27.83 ટકા ઉમેદવારો પાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. 

ધોરણ-12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 27.83 ટકા ઉમેદવારો પાસ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ-2021માં લેવાયેલી પરીક્ષાનું સમગ્ર પરીક્ષાનું પરિણામ 27.83 ટકા આવેલ છે. વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઈ શકશે. 

સામાન્ય પ્રવાહના રીપિટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
મહત્વનું છે કે રાજ્યમાં કોરોના કાળ વચ્ચે ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જેમાંથી 31 હજાર 785 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે કુલ પરિણામ 27.83 ટકા આવ્યું છે. 

સામાન્ય પ્રવાહના પરિણામની વિગત
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સામાન્ય પ્રવાહમાં કુલ 78 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 19032 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં યુવકોનું પરિણામ 24.31 ટકા આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં યુવતીઓનું પરિણામ 35.45 ટકા આવ્યું છે. 

આજ રીતે વાત કરવામાં આવે તો વ્યવસાયલક્ષી પ્રવાહમાં યુવકોનું પરિણામ 42.16 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયલક્ષીમાં યુવતીઓનું પરિણામ 50 ટકા આવ્યું છે. તો ઉ.ઉ.બુ પ્રવાહમાં યુવકોનું પરિણામ 35.95 ટકા આવ્યું છે અને યુવતીઓનું પરિણામ 43.96 ટકા આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news