કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખના રાજીનામા, ભાજપ સંકટમાં


કડી તાલુકા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવી ગયો છે. કડી તાલુકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખે પોતાના રાજીનામા આપી દીધા છે. 
 

કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખના રાજીનામા, ભાજપ સંકટમાં

તેજસ દવે, મહેસાણાઃ કડી તાલુકા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવી ગયો છે. કડી તાલુકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખે પોતાના રાજીનામા આપી દીધા છે. તાલુકા પ્રમુખ રમીલાબેન પટેલ અને પૂર્વ પ્રમુખ સપનાબેન પટેલે પોતાના રાજીનામા આજે આપ્યા છે. બંન્ને સભ્યોએ વિકાસ અધિકારીને આપેલા રાજીનામામાં અંગત કારણોસર રાજીનામા આપવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, આ બંન્ને પંચાયતના અપક્ષ સભ્યો છે.

શું છે હાલ કડી તાલુકા પંચાયતની સ્થિતિ
કડી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કુલ 30 સીટમાંથી ભાજપ-કોંગ્રેસના ફાળે 14-14 સીટ આવી હતી. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યારબાદ ભાજપે બે અપક્ષ ઉમેદવારની મદદથી સત્તા હસ્તગત કરી હતી. કડી તાલુકા પંચાયતની ટર્મ આગામી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહી છે. 

ભુજમાં બે કલાકમાં ત્રણ ઈંચ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવા પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ શકે છે. પરંતુ એવી પણ શક્યતા છે કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની હોવા છે, જો હાલ પ્રમુખની નિમણૂક ન થાય તો વહીવટદાર આગામી ડિસેમ્બર મહિના સુધી પ્રમુખનો ચાર્જ સંભાળી શકે છે. હાલ તો બંન્ને અપક્ષ સભ્યોએ રાજીનામા આપતા ભાજપ ફરી સંકટમાં આવી ગયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news