અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ છે કે પછી રાજકીય અડ્ડો? કેમ વારંવાર થાય છે હડતાળના તાયફા
doctors on strike : વારંવાર હડતાળના તાયફાથી દર્દીઓએ શું સમજવાનું. ગઈકાલે પણ આ ડૉક્ટર્સે OPD અને વોર્ડમાં કામગીરી બંધ રાખી હતી. ત્યારે ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ડૉક્ટરોની મુલાકાત ન લેતા આજે ફરી તેઓ હડતાળ પર ઉતર્યાં
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી બી.જે મેડિકલ કોલેજ છે કે પછી રાજકીય અડ્ડો? હૉસ્પિટલમાં વારંવાર હડતાળના તાયફાઓ થઈ રહ્યાં છે. અહીં સારવાર કરતા પણ વધારે હડતાળના તાયફાઓ થાય છે. એક પછી એક નારાજગીના કારણે ડૉક્ટરો અવારનવાર હડતાળ પર ઉતરી જાય છે. ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે ડૉક્ટરોની નારાજગીના વારંવાર તાયફાઓ થઈ રહ્યાં છે. આખરે આ નારાજગી અને હડતાળનો ભોગ દર્દીઓ બને છે. વારંવાર હડતાળ પર ઉતરી જતાં ડૉક્ટરના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે આ મેડિકલ કોલેજ છે કે હડતાળનું સ્થાન એ ખબર પડતી નથી.
ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય રેસિડન્ટ ડૉક્ટર પર અત્યાચાર કરતાં હોવાનો આરોપ છે. રેસિડન્ટ ડૉક્ટર્સ ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે વિરોધ કરી રહ્યા છે. તમામ રેસિડન્ટ ડૉક્ટર્સ ઈમરજન્સી તથા કોવિડ ડ્યૂટીથી અગળા રહીને વિરોધ કરી રહ્યા છે. વારંવાર હડતાળના તાયફાથી દર્દીઓએ શું સમજવાનું. ગઈકાલે પણ આ ડૉક્ટર્સે OPD અને વોર્ડમાં કામગીરી બંધ રાખી હતી. ત્યારે ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ડૉક્ટરોની મુલાકાત ન લેતા આજે ફરી તેઓ હડતાળ પર ઉતર્યાં છે. હડતાળ કરનારા ડૉક્ટર્સને ગાંધીનગર બોલાવાયા છે. આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે તેઓ મુલાકાત કરશે. ત્યારે સવાલ એમ થાય કે, જો ડૉ. કમલેશ ઉપાધ્યાય સાચા છે તો આ સમસ્યાનો કોઈ નિવેડો કેમ નથી આવતો?
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળનો મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ રેસિડેન્ટ ડોક્ટરના આગેવાનો ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે. હડતાળના નિરાકરણ મામલે ગાંધીનગર ખાતે ચર્ચા કરાશે. ગઈ કાલે રેસિડેન્ટ ડોકટરોએ વોર્ડ અને OPD ડ્યુટી બંધ કરી હતી, સાંજે આવેદન આપીને ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી બંધ કરવા અંગે જાણ કરી હતી. રેસિડેન્ટ ડોક્ટરોની માંગ છે એ અંગે સંતોષકારક નિરાકરણ આવે એવા પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : ‘બાળકોને ઘરમાં i love you સાંભળવા નથી મળતું એટલે બહાર પ્રેમ માટે ફાંફા મારે છે, એટલે ગ્રીષ્મા જેવી ઘટના બને છે’
તેમણે વધુમાં કહ્યું કે, સિવિલમાં આવતા દર્દીઓને કોઈ સમસ્યા ના થાય એવા પ્રયાસના ભાગરૂપે અમે નોન ક્લિનિકલ સ્ટાફને હાલ જરૂર હોય એવી જગ્યાઓ પર ડ્યુટી સોંપી છે. વારંવાર હડતાળ થઈ રહી છે એ સંદર્ભે એવું આયોજન કરવાનો પ્રયાસ છે કે ભવિષ્યમાં આવી સ્થિતિઓ ના પેદા થાય. ડોકટર કમલેશ ઉપાધ્યાય અને રેસિડેન્ટ ડોકટરો વચ્ચે જે વિવાદ છે એ ઉકેલવાનો પ્રયાસ છે. ડોક્ટર કમલેશ ઉપાધ્યાયન સંદર્ભે કે રેસિડેન્ટ ડોકટરો જે માગ કરી રહ્યા છે એ સંદર્ભે હું કઈ વધારે ના કહી શકું. જે પણ નિર્ણય લેવાનો છે એ કમિટી અથવા આરોગ્ય વિભાગ લેશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી હડતાળ કરવાની વાતો સતત સામે આવે છે એવામાં ભવિષ્યમાં હડતાળ થાય જ નહીં એવા આયોજનો વિચારી રહ્યા છીએ, જેથી અહીં આવનાર દર્દીઓને સમસ્યા ના થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે