ગણતંત્ર દિવસ પરેડઃ ઐતિહાસિક દાંડીયાત્રા પરનો ટેબ્લો રહેશે ગુજરાતનો

દેશ જ્યારે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે 26મી જાન્યુઆરીના રોજ પરેડમાં રજૂ થનારા ટેબ્લોમાં ગાંધીજીના જીવન-કવનને વણી લેવામાં આવ્યું છે. 

ગણતંત્ર દિવસ પરેડઃ ઐતિહાસિક દાંડીયાત્રા પરનો ટેબ્લો રહેશે ગુજરાતનો

ગાંધીનગરઃ નવી દિલ્હી ખાતે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ માટામેલા સિરિલ રામાફોસાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા “ઐતિહાસિક દાંડીયાત્રા”  વિષયક ટેબ્લો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્ર અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જ્ન્મજયંતી ઉજવી રહ્યુ છે ત્યારે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર ટેબ્લોના વિષયને પૂજય બાપૂના જીવન –કવનને રજૂ કરાશે. 

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ગાંધીજીએ દેશભરમાં કરેલા કાર્યોની સ્મૃતિ, નવી દિલ્હીના રાજમાર્ગ ઉપર તાજી થશે. પૂજ્ય બાપુની ઐતિહાસિક દાંડીયાત્રાને ટેબ્લો દ્વારા રાજધાનીના માર્ગો પર સજીવન કરાશે. એ જ પ્રમાણે દેશના અન્ય રાજ્યો પણ તેમના રાજ્યમાં ગાંધીજીના કાર્યોને વણી લેતા પ્રસંગો ટેબ્લોમાં પ્રસ્તુત કરશે. 

ઐતિહાસિક દાંડીયાત્રા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં નીકળેલી ઐતિહાસિક દાંડીયાત્રા ભારતના સ્વતંત્ર સગ્રામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જયારે ગુજરાતના સમુદ્ર તટના હજારો ગરીબ પરિવારોને રોજગારી–રોટી આપવા વાળા મીઠાના ઉત્પાદન પર અંગ્રેજોએ ગેરકાનૂની રીતે, બળજબરી પૂર્વક ટેક્ષ વસૂલીનો નિર્ણય લીધો ત્યારે પૂજય બાપુએ અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો અને સાબરમતી આશ્રમથી ઐતિહાસિક કૂચ કરી દાંડી ખાતે એક મુઠ્ઠીમાં મીઠુ ઉપાડીને  સવિનય  કાનૂન ભંગ કરીને દેશની સ્વતંત્રતા ચળવળને એક નવી દિશા આપી હતી. આ ઐતિહાસિક દાંડીયાત્રાએ  અંગ્રેજોને  ભારત છોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

દિલ્હીના રાજમાર્ગો ઉપરથી દબદબાભેર પસાર થનાર રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત તરફથી રજૂ થનાર આ ટેબ્લોમાં આગળના ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી(મોહનદાસ કરમચંદ ગાંધી)ની અતિ દુર્લભ બાલ્યકાળની પ્રતિમા અને પોરબંદર સ્થિત પૂજય બાપુનું જન્મ સ્થાન કીર્તિ મંદિર આબેહૂબ રજૂ કરવામાં આવ્યું છે. 

ટેબ્લોના બીજા ભાગની શરૂઆતમાં દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી  દાંડી પુલ થઇને દાંડીના સમુદ્ર કિનારે પહોંચીને મીઠુ ઉપાડી સવિનય કાનૂન ભંગ કરતા પૂજય બાપુને દર્શાવવામાં આવ્યાં  છે. આ યાત્રા શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઇ પટેલ સાથે વિચારવિમર્શ કરીને દાંડીયાત્રાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ઐતિહાસિક દાંડીયાત્રાની સફળતાથી ગભરાયેલ અંગ્રેજ સલ્તનતે પૂજ્ય બાપુને જેલમાં બંધ કરી દીધા હતાં તે પણ ટેબ્લોના અંતિમ ભાગમાં દર્શાવવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news