અમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીર

ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે, સૂર્ય દેવ જાણે ધરતીવાસીઓ પર ખિજાયા હોય તેમ આકરો તાપ વરસાવી રહ્યા છે, જો કે આટલી ગરમી માટે ગુનેગાર આપણે જ છીએ...ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, બપોરના સમયે ઘરની બહાર નીકળવું જાણે હોસ્પિટલમાં જવા સમાન બની ગયું છે.

અમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીર

Gujarat Hitwave: ગુજરાતમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર થઈ રહ્યો છે, અમદાવાદના આકાશમાંથી તો અગનગોળા વરસી રહ્યા છે. તો રાજ્યના અન્ય મહાનગરોના પણ હાલ બેહાલ છે. આ વર્ષે આ કાળઝાળ ગરમીથી લોકોના આરોગ્યને સુધી અસર પહોંચી રહી છે. ગુજરાતમાં ગરમીને કારણે અનેક મોતના પણ સમાચાર સામે આવ્યા છે. 

  • ગુજરાતની ગરમી લઈ રહી છે લોકોના જીવ 
  • રેકોર્ડબ્રેક ગરમીથી વધ્યા હાર્ટ એટેકના કેસ
  • કામ સિવાય ન નીકળશો ઘરની બહાર 
  • આકરો ઉનાળો મચાવી રહ્યો છે તાંડવ
  • પશુ-પંખી, પ્રાણી સૌ કોઈ ગરમીથી તોબા તોબા 

આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી અંબાલાલે કરી આગાહી

ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે, સૂર્ય દેવ જાણે ધરતીવાસીઓ પર ખિજાયા હોય તેમ આકરો તાપ વરસાવી રહ્યા છે, જો કે આટલી ગરમી માટે ગુનેગાર આપણે જ છીએ...ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, બપોરના સમયે ઘરની બહાર નીકળવું જાણે હોસ્પિટલમાં જવા સમાન બની ગયું છે. ગુજરાતમાં ઘણા લોકોએ આ આકરી ગરમીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી ખરાબ દશા મહાનગરોની થઈ છે. ગુજરાતમાં 16 લોકોએ ગરમીને કારણે મોતને ભેટ્યા છે. જેમાં સૌથી વધારે સુરતમાં 9 લોકોને ગરમી ભરખી ગઈ છે.

ગુજરાતમાં ગરમીને કારણે મોતના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીમાં લૂ લાગવાને કારણે સૌથી વધુ મોતને ભેટ્યા છે. સુરતમાં સૌથી વધુ 9 લોકોના મોતની સાથે વડોદરામાં 4, મોરબીમાં એક, જામનગરમાં એક અને રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. એકલા વડોદરામાં ગરમીથી અત્યાર સુધી 23 લોકો મોતને ભેટ્યા છે. ગરમીને કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક સહિતના કેસમાં વધારો થયો છે. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીને કારણે થતી બીમારીઓના કેસમાં વધારો થયો છે, લૂ લાગવી, માથુ દુખવું, બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક સહિતના લક્ષણો ધરાવતા 41 કેસ માત્ર બે દિવસમાં જ સામે આવ્યા છે. હાલ જે 41 દર્દીઓ દાખલ છે તેમાંથી 10 દર્દીની હાલત ગંભીર જોવા મળી રહી છે.

ગરમીથી ક્યાં કેટલા મોત? 

  • સુરતમાં સૌથી વધુ 9 લોકોના મોત
  • વડોદરામાં 4 લોકોના મોત 
  • મોરબીમાં 1, જામનગરમાં 1, રાજકોટમાં 1 મોત 
  • વડોદરામાં અત્યાર સુધી 23 લોકો મોત

જલદી બનશે પંચ મહાપુરુષ રાજયોગ, આ 5 રાશિવાળાને લોટરી લાગશે, મળશે આ અદભૂત શક્તિઓ!

ગરમીમાં વધ્યા દર્દી 

  • ગરમીના લક્ષણો ધરાવતા 41 કેસ માત્ર 2 દિવસમાં સામે આવ્યા 
  • 41 દર્દીઓ દાખલ છે તેમાંથી 10 દર્દીની હાલત ગંભીર

ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો વર્ષ નહી બગડે!

રાજ્યના મહાનગરોની સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. હીટસ્ટ્રોક સહિતના કેસ વધતાં અલગથી ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી સમગ્ર ગુજરાત શેકાઈ રહ્યું છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીથી રાહતની મોટી આગાહી કરી છે. બે દિવસ પછી તાપમાનમાં ઘટાડો આવી શકે છે...26 મેથી 4 જૂન વચ્ચે ગરમીનો પારો નીચે જઈ શકે છે. ગરમીથી રાહત મળવાના સમાચાર તો આવ્યા છે, પરંતુ હજુ પણ બે દિવસ તો ગરમીનો સામનો કરવો જ પડશે..અને આ બે દિવસમાં ગરમીનો પારો ક્યાં પહોંચે છે તે જોવાનું રહ્યું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news