ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ પર આચાર્યોની ભરતી જાહેર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આપી માહિતી
ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરી માહિતી આપી છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: આચાર્ય પસંદગી સમિતિની આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા આચાર્યની ભરતી જાહેર કરવામાં આવી છે. 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરી માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરી માહિતી આપી છે કે 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) May 10, 2023
ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે, ત્યારે હાલ 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે