Navratri 2018 : ફટાફટ બનાવો ફરાળી ઢોકળાં, આ રહી રીત

સ્વાદિષ્ટ વાનગી હોય તો નવરાત્રિનો ઉત્સાહ ડબલ બની જાય છે. તો આજે જાણો વ્રતવાળા ભાતના ઢોકળાં બનાવવાની રીત...

Navratri 2018 : ફટાફટ બનાવો ફરાળી ઢોકળાં, આ રહી રીત

અનિરૂદ્ધ લિમયે, કોર્ટયાર્ડ મેરિયોટ : આખા દેશમાં આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગઅલગ રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને આખા દિવસના ઉપવાસ પછી સાંજે ફરાળ કરે છે. આ સંજોગોમાં સ્વાદિષ્ટ વાનગી હોય તો નવરાત્રિનો ઉત્સાહ ડબલ બની જાય છે. તો આજે જાણો વ્રતવાળા ભાતના ઢોકળાં બનાવવાની રીત...
 
ન આવડતા હોય તોય ગમે તે રીતે ગરબા રમો, કેમ કે થાય છે આ અઢળક ફાયદા

આથો આવ્યા પછી બનાવેલા ઢોકળામાં સંવત ચાવલ (નવરાત્રીમાં વપરાતા ખાસ ચોખા) સાથે આખા લાલ મરચાં, જીરૂ, ઘી અને મીઠા લીમડાનો ઉપયોગ કરીને આ ઢોકળાં બનાવવામાં આવે છે.

સામગ્રી

  • પોણો કપ સંવત કે ચાવલ
  • 1 કપ ખાટુ દહીં  
  • 1 ટી સ્પૂન આદુની પેસ્ટ
  • સ્વાદ માટે લીલા મરચાની પેસ્ટ
  • 1 ટી સ્પૂન મીઠુ (રૉક સોલ્ટ) 
  • 2 ટી સ્પૂન તેલ અથવા ઘી
  • આખા સૂકા મરી નંગ-1
  • 6-7 મીઠા લીમડાના પાન
  • 1 ટી સ્પૂન જીરૂ 
  • ગાર્નીશ માટે કોથમીર

નવરાત્રી 2018: જાણો માતાજીના ત્રીજા સ્વરૂપ દેવી 'ચંદ્વઘંટા' વિશે

પધ્ધતિ

  • ચોખાને પેનમાં હળવા તાપે શેકો અને બદામી થવા દેશો નહીં.
  • ચોખા, રૉક સોલ્ટ, આદુની પેસ્ટ અને દહીનું ખીરૂ બનાવો
  • આ ખીરાને એક રાત માટે આથો આવવા દો. તે ફૂલવુ જોઈએ.
  • એક વાસણમાં ઘી લગાવીને ખીરાને તેમાં લઇ લો 
  • સ્ટીમરમાં વાસણ મૂકી 20 મિનિટ સુધી પકવો.
  • બફાઈ જાય તે પછી તેને ઉતારી લો અને ઠંડુ કરો.

સીઝનિંગ કરવા માટે

  • ઘી ને પેનમાં ગરમ કરી તેમાં મરી, જીરૂ અને લીમડાંના પાન ઉમેરો. ત્યાર બાદ તેને ઢોકળાં પર રેડો. 
  • ઢોકળાના પીસ કરીને કોથમીર તથા કોપરૂં ભભરાવીને ગાર્નીશ કરો.

રેસિપી જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news