પાલનપુરમાં રથયાત્રાનો રૂટ ટૂંકાવાયો, 2 કલાકમાં ભગવાનના રથ મંદિર પરત ફર્યા

પાલનપુરમાં (Palanpur) અષાઢી બીજ નિમિત્તે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) નીકળી હતી

પાલનપુરમાં રથયાત્રાનો રૂટ ટૂંકાવાયો, 2 કલાકમાં ભગવાનના રથ મંદિર પરત ફર્યા

અલકેશ રાવ/ પાલનપુર: પાલનપુરમાં (Palanpur) અષાઢી બીજ નિમિત્તે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) નીકળી હતી. જોકે રથયાત્રાના રૂટને ટૂંકાવતા 2 કલાકમાં રથયાત્રાનું સમાપન કરાયું હતું.

પાલનપુરમાં (Palanpur) આજે અષાઢીબીજની રથયાત્રામાં કોરોના સંક્રમણને (Corona Pandemic) ધ્યાને રાખી માત્ર 60 ભક્તોને રથયાત્રામાં જોડાવવાની મંજૂરી અપાઈ હતી. તો બીજી તરફ રથયાત્રાના (Rathyatra) રૂટ પર જનતા કરફ્યુનો અમલ કરાવાયો હતો. રથયાત્રાના દર્શન કે સ્વાગત ન કરવાની પોલીસે (Palanpur Police) ગાઈડ લાઇન જાહેર કરી હતી. રથયાત્રાના રૂટમાં વેપારીઓના ધંધા રોજગાર બંધ રહ્યા હતા તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 વાગે નીકળેલ રથયાત્રામાં માત્ર 3 રથ અને એક ગાડીને મંજૂરી અપાઈ હતી.

રથયાત્રાનો રૂટ પણ ટૂંકાવતા માત્ર બે કલાકમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી. જોકે જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જ્યારે રામજી મંદિરથી રથયાત્રા પથ્થર સડક, મોટી બજાર, નાની બજાર, ત્રણ બત્તી, ગઠામણ દરવાજા, સંજય ચોક, દિલ્હી ગેટ થઈ નિજ મંદિરે પરત ફરી હતી. આમ આ વર્ષે પણ રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news