સુરત: ચાલુ ટ્રેને બેસવા જતા રત્નકલાકારના બંને પગ કપાયા, તસવીર જોઇ હચમચી જશે દિલ
કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા
Trending Photos
ચેતન પટેલ/ સુરત: કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં આરપીએફે રત્નકલાકારને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. સોમવારે નાઇટ ડ્યૂટી હતી. મંગળવારે સવારે દરરોજ કરતાં વહેલી છૂટ્ટી મળતાં રત્નકલાકાર ટ્રેન મારફતે ઘરે જવા સુરત સ્ટેશન પર પહોંચ્યા હતા. આ સમયે સુરત-વડોદરા મેમુ સ્ટેશન પર ઊભી હતી. રત્નકલાકાર સ્ટેશન પહોંચ્યા તે સમયે ટ્રેન ઉપડી. ટ્રેન ચાલુ થતાં તેઓ બેસવા જતાં પગ લપસી ગયો હતો.
આ પણ વાંચો:- રાજ્યમાં રોગચાળો બેકાબૂ થતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો
જો કે, પગ લપસી જતાં તેઓ ટ્રેન નીચે આવી જતાં બંને પગ કપાય ગયા હતા. ટ્રેન પગ પરથી પસાર થઇ જતા યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોવા અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે આરપીએફે રેલવે પોલીસને જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે