સાવધાન! તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ

ઓકે ક્રેડિટ એપ્લિકેશન મારફતે પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી આચરતી ગેંગની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 87 કિલ્લો ભંગાર કબ્જે કર્યો છે.
સાવધાન! તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ

ઉદય રંજન/અમદાવાદ: ઓકે ક્રેડિટ એપ્લિકેશન મારફતે પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી આચરતી ગેંગની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 87 કિલ્લો ભંગાર કબ્જે કર્યો છે.

સમયની સાથે છેતરપીંડીની મોડ્સ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે, રખિયાલ પોલીસે એક એવી ગેંગ ઝડપી છે જે ગેંગ પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરતી હતી. આ મામલે ફૈઝાન અજમેરવાલા તેમજ અબ્દુલ લતીફ શેખ નામના બે યુવકોની ધરપકડ કરી છે. જે ગેંગ ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય જિલ્લામાં પણ છેતરપીંડી આચરવામાં આવી હોવાની હકીકત તપાસમાં ખુલી છે. 

અમદાવાદના રખિયાલમાં એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ત્રાંબાના ભંગારનો જથ્થો લઈને ફરિયાદીને રૂપિયા ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે, જે ગુનાના કામે આરોપીની ધરપકડ કરી પોલીસે તેઓની પાસેથી 86 કિલો ભંગાર કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેઓ દ્વારા રખિયાલ, મહેમદાવાદ, અનુપમ શહેરકોટડા અને સારંગપુર એમ અલગ અલગ છ જગ્યાઓ પર પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી આચર્યા હોવાની હકીકત સામે આવી છે.

આ આરોપીઓની એક ખાસ મોડસ ઓપરેન્ડી હતી. જેમાં આરોપીઓ દ્વારા પેટ્રોલ પંપ પર જઈને પૈસાની જરૂર હોય એવું કહીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને ઓકે ક્રેડિટ એપ્લિકેશન થકી પેટ્રોલ પંપના વ્યક્તિને પૈસા મોકલ્યા હોવાનો મેસેજ મોકલી તેઓની પાસેથી રોકડ રકમ લઈને ઠગાઈ આચરતા હતા. આરોપીઓ દવાખાના અને અન્ય ઇમરજન્સીના બહાના બતાવી 7 થી 8 હજાર સુધી રોકડ રકમ લઈ લેતા હતા.આરોપીઓએ અમદાવાદ સહિતના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપરથી 40 હજારથી વધુ રકમ આ પ્રકારે મેળવીને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી છે.

ઝડપાયેલા આરોપી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે, જેમા ફૈઝાન અજમેરવાલા સામે વટવા, દરિયાપુર અને કારંજ તેમજ અબ્દુલ લતીફ શેખ સામે ઈસનપુર, વટવા, નારોલ સહિત 6 ગુના નોંધાયેલા છે. જેથી રખિયાલ પોલીસે આ આરોપીઓ સાથે આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news