રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ, પુત્ર અને પુત્રીને કરાયા હોમ ક્વોરન્ટાઇન
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થયા છે. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પુત્ર અંશ અને પુત્રી આશકા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થયા છે. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પુત્ર અંશ અને પુત્રી આશકા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયરના પતિ કોરોના પોઝિટિવ આવતા તેઓ પણ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન થયા છે.
ગત 21 અને 22 ઓગસ્ટના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસે હતા. તે દરમિયાન તેમના સ્વાગત માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભાજપના નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ આજે અભય ભારદ્વાજ અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પુત્ર અંશ અને પુત્રી આશકા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયર બીનાબેન આચાર્યના પતિ જ્યેન્દ્રભોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે રાજકોટના મેયર 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન થયા છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસોને પગલે સરકાર એકશનમાં આવી છે. ગાંધીનગરથી ડોક્ટરોની ટીમના ધામા રાજકોટમાં પડ્યા છે. એક સપ્તાહ સુધી ડોક્ટરોની ટીમ સિવીલ અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરશે. તેમજ કોરોનાના દર્દીઓની સારવાર અંગે પણ સિવિલના ડોક્ટરોને માર્ગદર્શન આપશે.
રાજકોટમાં વધતા જતા મૃત્યુઆંક અંગે સરકાર એકશનમાં આવી છે. તો બીજી તરફ, રાજકોટની ખાનગી હોસ્પિટલો દ્વારા અપાતા તોતિંગ રકમના બિલ અંગે પણ સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનથી વધારે રૂપિયા વસૂવતી હોસ્પિટલો સામે હવેથી કાર્યવાહી થશે તેવું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને તોતિંગ રૂપિયા ન વસૂલવા ચેતવણી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે