રાજકોટના યુવક-યુવતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી અનોખી રીતે કરશે, તમે આજ દિ' સુધી સાંભળી નહીં હોય

કોરોનાના સંક્રમણ વચ્ચે આવતીકાલે 31stની ઉજવણી કરવામાં આવશે. રાજકોટના યુવાનોમાં નવા વર્ષની ઉજવણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે રાજકોટના યુવાનો 31st ની અનોખી ઉજવણી કરશે. યુવક-યુવતીઓ આ વખતે વિડીયો કોલિંગના માધ્યમ થી ઉજવણી કરશે. 

રાજકોટના યુવક-યુવતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી અનોખી રીતે કરશે, તમે આજ દિ' સુધી સાંભળી નહીં હોય

ગૌરવ દવે/રાજકોટ: કોરોનાના સંક્રમણ વચ્ચે આવતીકાલે 31stની ઉજવણી કરવામાં આવશે. રાજકોટના યુવાનોમાં નવા વર્ષની ઉજવણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે રાજકોટના યુવાનો 31st ની અનોખી ઉજવણી કરશે. યુવક-યુવતીઓ આ વખતે વિડીયો કોલિંગના માધ્યમ થી ઉજવણી કરશે. 

રાજકોટના યુવકોએ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ક્રાઉડ એકત્ર ન કરવું જોઈએ કારણ કે, ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે બેદરકારી નવા વર્ષે ભારે પડી શકે છે. કોરોનાને લઈને સાવચેતી રાખવી જોઈએ. જેથી યુવતીઓ અલગ-અલગ વાનગીઓ બનાવીને પરિવારજનો સાથે જ ઉજવણી કરશે. મિત્રો સાથે વિડીયો કોલિંગ કરી યુવાનો ઉજવણી કરશે. યુવાનો લોકોને ડી.જે અને પાર્ટીઓમાં જવાને બદલે ક્રાઉડ એકત્ર ન કરવા અપીલ કરી રહ્યા છે.

માથે ઓમિક્રોનની સાથે કોરોના પણ તાંડવ કરી રહ્યો છે અને આવતીકાલે 2021નું આ વર્ષ વિદાય લઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષને આવકારવાનો થનગનાટ આ વખતે અલગ રીતે જોવા મળશે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાગુ થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં યુવાનો વિડીયો કોલિંગના માધ્યમથી ઉજવણી કરવાના છે. યુવાનોએ લોકોને ડી.જે અને પાર્ટીઓમાં જવાને બદલે ક્રાઉડ એકત્ર ન કરવા અપીલ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news