Rajkot: સ્પામાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ થઇ બબાલ, યુવતી સહિત 2 ઇજાગ્રસ્ત

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં આજે સાંજના સમયે કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ બોલાચાલી થતા અંદરો અંદર મારા મારી ની ઘટના સામે આવી છે.

Rajkot: સ્પામાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ થઇ બબાલ, યુવતી સહિત 2 ઇજાગ્રસ્ત

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં આજે સાંજના સમયે કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ બોલાચાલી થતા અંદરો અંદર મારા મારી ની ઘટના સામે આવી છે. જેમાં કાચની બોટલ વડે હુમલો કરી એક બીજા પર હુમલો કરવામાં આવતા સિવુલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. 

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં ન્યુ ડે સ્પામાં કામ કરતા કેટલાઇ યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ મહેફિલ દરમિયાન કોઇ પણ બાબતે એક બીજા સાથે અંદરો અંદર બોલાચાલી થવા પામી હતી. જે બાદ કાચની બોટલ વડે સામ સામે હુમલો કરવામાં આવ્યો હતો.
No description available.
દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું

જે બાદ પોલીસ ને ઘટના જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં દારૂની મહેફિલ દરમિયાન મારામારી થયા હોવાનું સામે આવ્યું હતું જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાકીના અન્ય લોકોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
No description available.
3 વર્ષમાં રાજકોટના આ વિસ્તારનો આવશે સિતારો, AIMS હોસ્પિટલથી વર્ષો જૂની માંગ સંતોષી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા જણાવ્યા મુજબ, સ્પા ખાતે દારૂ ની મહેફિલ કરી બોલાચાલી થતા અંદરોઅંદર મારામારી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને 3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહીબીસન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

ઉલ્લેનિય છે કે સ્પામાં કામ કરતી યુવતી દ્વારા દારૂના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ હંગામો મચાવવામાં આવ્યો હતો અને ઇમરાન સહિત અજાણ્યા શખ્સો માર મારી નાસી છૂટ્યાનો આરોપ લગાવ્યો હતો ત્યારે ઇમરાન કોણ છે અને ખરેખર તેને મારકુટ કરી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news