કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં

President Award : સમગ્ર રાજ્યમાંથી રાજકોટના શિક્ષક ઉમેશ વાળાની થઈ પસંદગી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે, વડાપ્રધાન મોદીએ પણ આ શિક્ષકને દિલ્હી બોલાવી તેમના પાસેથી ક્યાં જરૂરી સલાહ સૂચન લીધા તે જાણો... 
 

કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : સમગ્ર દેશમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયેલાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટેની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં કુલ ૪૬ શિક્ષકને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી રાજકોટના શિક્ષકની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઈ છે. આ શિક્ષક છેલ્લા 20 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં જઈ બાળકોને વિનામૂલ્ય ભણતર તેમજ તેનું યોગ્ય રીતે ઘડતર થાય તે માટે પ્રયાસ કરે છે. નવી એજ્યુકેશન પોલીસી અંગે ચર્ચા કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શિક્ષકને દિલ્હી ખાતે બોલાવ્યા હતા, જ્યાં તેમના જરૂરી સલાહ સૂચન લેવામાં આવ્યા હતા. તેમના જરૂરી સલાહ સૂચનથી વડાપ્રધાન મોદી પણ આફરીન થયા હતા.

દેશભરના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવે તે માટે વર્ષ 2017-18 થી ઓનલાઈન પસંદગી કરવામાં આવી રહી છે. જેમાં શિક્ષકોએ ઓનલાઈન રજીસ્ટર કરાવવાનું હોય છે. જેમાં રજીસ્ટર થઈ ગયા બાદ તે મુજબ સિલેક્શન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2022-23 નું સિલેક્શન થઈ ગયું છે. આ સિલેકસનમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ શિક્ષકનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જે રાજકોટની સેન્ટમેરી નામની સ્કૂલના શિક્ષક ઉમેશભાઈ વાળાના નામની પસંદગી થઈ છે.

રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થયેલા શિક્ષક ઉમેશભાઈ વાળાએ ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાંથી એક શિક્ષક તરીકેના શ્રેષ્ઠ એવોર્ડમાં મારા નામની પસંદગી થતા મને ખુબ જ ગર્વ છે. ઈનોવેટિવ આઈડિયા સાથે લોકો નવી પદ્ધતિથી વિદ્યાર્થીઓ સારી શીખી શકે તે મારો ઉદેશ હોય છે. જેના માટે હું ખુબ જ પ્રયાસ કરૂ છું. ઝુંપડપટ્ટીના વિદ્યાર્થીઓને પણ સારૂ શિક્ષક મળે અને તેમને પણ જીવન જીવવાની પદ્ધતિથી વાકેફ કરવામાં આવે. તેમજ તેમને સારું એવું ભણતરની સાથે ઘડતર આપવામાં આવે એવુ મારૂ માનવું છે. છેલ્લા ૨૦ વર્ષથી હું ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે બાળકો સાથે સમય પસાર કરે છે અને તેમને વિના મૂલ્યે ભણતર આપું છે. અને મારી આ પદ્ધતિના લીધે જ રાષ્ટ્રપતિ ભવનમાં મારૂ નામ જાહેર થયું ત્યારે સૌથી વધારે મને ગર્વ થયો હતો.આ સમગ્ર સફળતાનો શ્રય તેમને તેમના પિતાને આપ્યો છે

વધુમાં જણાવ્યું કે મારા પિતાએ સંઘર્ષ અને મજુરી કરીને ભણાવ્યા હતા. જેના થકી જ અમે અહિંયા સુધી પહોચ્યા છીએ. આ સાથે જ પીએમ મોદી સાથે મને મળવાનો મોકો મળ્યો હતો.તેમને નવી એજ્યુકેશન પોલીસી કે જેમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા બાળકોને કઈ રીતે શ્રેષ્ઠ શિક્ષણ આપવું તે મુદ્દા પર અમારી સાથે લગભગ દોઢ કલાક જેટલો સમય પસાર કર્યો હતો.આ સાથે જ અમારા કામને લગતી પણ ચર્ચા કરવામાં આવી હતી.થોડા સમયમાં દિલ્હીમાં નવી એજ્યુકેશન પોલીસીને લઈને એક વર્કશોપ છે.જ્યાં સિલેકશન થયેલા તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news