'પપ્પા, હું કૂવામાં પડવા જાઉં છું' પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીએ પિતાને ફોન કરીને આવુ કહ્યું

રાજકોટમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સતડા ગામાના વિદ્યાર્થીનો એક ઓડિયો વાયરલ થયો છે. ખાનગી શાળાની દાદાગીરી કંટાળી વિદ્યાર્થીએ આપઘાતનો નિર્ણય કર્યો હતો. શાળાના આચાર્યએ ફી માટે રોકડા રૂપિયા લાવવા દબાણ કર્યું હતું. તેને શાળામાં ના બેસવા દેતા નિરાશ વિદ્યાર્થીએ આપઘાત કરવા જવાનું પિતાને ફોન પર જણાવ્યુ હતું. ત્યારે વાયરલ ઓડિયોથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
'પપ્પા, હું કૂવામાં પડવા જાઉં છું' પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીએ પિતાને ફોન કરીને આવુ કહ્યું

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સતડા ગામાના વિદ્યાર્થીનો એક ઓડિયો વાયરલ થયો છે. ખાનગી શાળાની દાદાગીરી કંટાળી વિદ્યાર્થીએ આપઘાતનો નિર્ણય કર્યો હતો. શાળાના આચાર્યએ ફી માટે રોકડા રૂપિયા લાવવા દબાણ કર્યું હતું. તેને શાળામાં ના બેસવા દેતા નિરાશ વિદ્યાર્થીએ આપઘાત કરવા જવાનું પિતાને ફોન પર જણાવ્યુ હતું. ત્યારે વાયરલ ઓડિયોથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ખાનગી શાળાની વધુ એકવાર ફી મામલે મનમાની સામે આવી છે. આ મનમાનીથી એક માસુમ બાળક પોતાનો જીવ આપવા નીકળ્યો હતો. જો તેણે પિતાને સમયસર ફોન કર્યો હોત તો આ માસુમે કુવામાં પડીને પોતાનો જીવ આપ્યો હોત. રાજકોટના સાતડા ગામની આ ઘટના છે. સાતડા ગામમાં સરદાર શાળાની ફી મામલે દાદાગીરી સામે આવી છે. શાળાએ રોકડી ફી વસૂલવા માટે એક વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દીધો હતો. જેથી વિદ્યાર્થી એટલો ટેન્શનમાં આવી ગયો હતો, કે તે કુવામા પડીને જીવ આપવા નીકળ્યો હતો. પરંતુ તે પહેલા તેણે પોતાના પિતાને ફોન કર્યો હતો. વિદ્યાર્થીએ પિતાને કોલ કરી કૂવામાં પડવાની વાત કહી હતી. જોકે, પિતાએ તેને અટકાવ્યો હતો અને આવુ ન કરવાનુ કહીને તાત્કાલિક દીકરા પાસે દોડી ગયા હતા. 

પિતાએ વેદના ઠાલવતા કહ્યુ કે, મેં નિલેશ સરને એવુ કહ્યુ કે, તે ચેક સ્વીકારતા નથી તો તમે લેખિતમાં આપો. અથવા તો ફી ન ભરી હોય તો પરીક્ષામાં બેસવા ન દીધો તેવો સરકાર તરફથી પરિપત્ર હોય તો આપો. પણ તેમણે કહ્યુ કે, તમે ફી ભરશો તો જ પરીક્ષામાં બેસવા દઈશું. સમગ્ર મામલે મારી માંગણી છે કે સ્કૂલ તરફ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે મેં શિક્ષણ કચેરીમાં આવેદનપત્ર આપ્યુ છે. તેમની સામે કડક પગલા લેવા જોઈએ. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 26, 2022

આ સમગ્ર ઘટનાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં પિતા અને પુત્ર વચ્ચેની વાતચીત સ્પષ્ટ સાંભળી શકાય છે. ઓડિયો વાયરલ થયા બાદ શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીનો આદેશ આપ્યો છે. 

DEO એ આ મામલે કહ્યુ કે, વાલીએ સંતાન દ્વારા સ્કૂલમાં ચેક આપ્યો છતા સ્કૂલે તે સ્વીકારવાની ના પાડી હતી તે ગેરબંધારણીય બાબત છે. અમે દરેક સંસ્થાને સૂચના આપી હતી કે, પરંતુ ફી ન ભરવાને કારણે કે અડધી ભરવાને કારણે વિદ્યાર્થીને પરીક્ષાથી દૂર રાખી શકાય. સમગ્ર મામલામાં સંસ્થા દોષિત જણાય તો તેની સામે કાર્યવાહી કરીશું. શાળાની માન્યતા શા માટે રદ ન કરવી તે અંગે પણ નોટિસ આપીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news