જાણો રાજકોટ પોલીસે લોકોને એવુ કેમ કહ્યું કે, ‘દિવાળી પર બહાર જતા પહેલા અમને કહીને જજો...’

દિવાળી પર ગુજરાતીઓ બહાર ફરવા જવાનું પસંદ કરે છે. તેમાં પણ કોરોનાને કારણે ઘરમાં પૂરાયા બાદ હવે લોકો બહાર નીકળવા આતુર છે. પંરતુ આ વચ્ચે રાજકોટના પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી કે, જો કોઇ વ્યક્તિ પોતાનું ઘર બંધ કરીને ફરવા જવાના હોય તો પોલીસને જાણ કરવી. જેથી પોલીસ પેટ્રોલિંગ વધારી શકે. 
જાણો રાજકોટ પોલીસે લોકોને એવુ કેમ કહ્યું કે, ‘દિવાળી પર બહાર જતા પહેલા અમને કહીને જજો...’

ગૌરવ દવે/રાજકોટ :દિવાળી પર ગુજરાતીઓ બહાર ફરવા જવાનું પસંદ કરે છે. તેમાં પણ કોરોનાને કારણે ઘરમાં પૂરાયા બાદ હવે લોકો બહાર નીકળવા આતુર છે. પંરતુ આ વચ્ચે રાજકોટના પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી કે, જો કોઇ વ્યક્તિ પોતાનું ઘર બંધ કરીને ફરવા જવાના હોય તો પોલીસને જાણ કરવી. જેથી પોલીસ પેટ્રોલિંગ વધારી શકે. 

રાજકોટ પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં કહ્યુ છે કે, દિવાળીના તહેવારમાં લોકો વતનમાં અથવા બહાર ગામ ફરવા જતાં હોય છે. જેનો લાભ લઈ રહેણાક મકાનમાં ઘરફોડ ચોરીના બનાવો બનતા હોય છે. રાજકોટ શહેરની જનતાને આ બાબતે તકેદારી રાખવા માટે જે કોઇ લોકો લાંબા સમય માટે રહેણાંક મકાન બંધ કરી બહારગામ જનાર હોય તેઓએ લાગતા વળગતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધ કરાવવી. જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા રહેણાંક મકાન ખાતે પેટ્રોલિંગ કરે. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારીને તેમની મિલકતની સુરક્ષાની તપાસ કરે. 

તો બીજી તરફ, રાજકોટ પોલીસ કમિશનેર આંગડિયા પેઢીના સંચાલકોએ ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. દિવાળીના પર્વમાં રાજકોટ પોલીસે આંગડીયા પેઢીના સંચાલકો સાથે બેઠક કરી હતી. આંગડિયા પેઢીના નાણાંકીય મોટા વ્યવહાર હોય તો બે લોકોને સાથે રાખવા અથવા તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. મુખ્ય બજારમાં સાવચેતી રાખવા અને કોર્મશિયલ કોમ્પલેક્સમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અપીલ કરી છે. 

રાજકોટ ઝોન-2 ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, રાજકોટ પોલીસ દ્વારા દિવાળી પર્વને લઇને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સાથે જ દિવાળીના તહેવારો પર બજારમાં થતી ભીડને લઈને પણ પોલીસ સતર્ક બની છે. રાજકોટ પોલીસ દ્વારા એક એવી ટીમ તૈયાર કરાઈ છે, જે ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. આ ટીમ રાજકોટના ભીડથી ધમધમતા વિસ્તારોમાં ફરશે. રાજકોટ શહેર પોલીસની દુર્ગા શક્તિ ટીમ સતત ખાનગી કપડાં તથા યુનિફોર્મમાં પેટ્રોલિંગ માટે નીકળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news