કટકી કાંડ પર આખરે બોલ્યા રાજકોટ પોલીસ કમિશનર, કહ્યું-હું હાલ કહીં નહીં બોલું

રાજકોટ પોલીસ કમિશનરના કથિત કટકી કાંડનો મામલે આખરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આવ્યા છે. તેમણે સામે આવીને પોતાના બચાવમાં કહ્યુ કે, મારા વિરુદ્ધ રજૂઆત થઈ છે. પોલીસ સામે ઘણી રજૂઆતો થઈ છે. મારી સામે પણ તપાસ ચાલી રહી છે. મારા પરના આરોપ વિશે હું હાલ કહીં નહીં બોલું. રાજકોટની શાંતિ, સલામતીને 3.5 વર્ષથી સંભાળીએ છીએ. કોઈ પણ ફરિયાદ કરે, તો તેને સાંભળવામાં આવશે. 
કટકી કાંડ પર આખરે બોલ્યા રાજકોટ પોલીસ કમિશનર, કહ્યું-હું હાલ કહીં નહીં બોલું

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ પોલીસ કમિશનરના કથિત કટકી કાંડનો મામલે આખરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આવ્યા છે. તેમણે સામે આવીને પોતાના બચાવમાં કહ્યુ કે, મારા વિરુદ્ધ રજૂઆત થઈ છે. પોલીસ સામે ઘણી રજૂઆતો થઈ છે. મારી સામે પણ તપાસ ચાલી રહી છે. મારા પરના આરોપ વિશે હું હાલ કહીં નહીં બોલું. રાજકોટની શાંતિ, સલામતીને 3.5 વર્ષથી સંભાળીએ છીએ. કોઈ પણ ફરિયાદ કરે, તો તેને સાંભળવામાં આવશે. 

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કટકી કાંડના આરોપ લાગ્યા છે. ત્યારે પોતાના બચાવમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યુ કે, મારા સામે થયેલી ફરિયાદની પણ ઉચ્ચ અધિકારી તપાસ કરે છે. મારી સામે તપાસ ચાલી રહી છે એટલે હું નિવેદન નહીં આપું. હું છેલ્લા 2-3 દિવસથી HCના કેસ સંદર્ભે વ્યસ્ત હતો. સરકારે જે તપાસ સમિતિ રચી છે તેને સહયોગ કરીશું. 

ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત અને વડોદરા બાદ રાજકોટના પોલીસ બેડામાં મોટો ફેરફાર થઈ શકે છે. પોલીસના અધિકારીઓને પોલીસ કમિશનર મળી રહ્યા છે. ભ્રષ્ટ્રાચારના આક્ષેપો બાદ પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક મળી રહી છે. પોલીસ કમિશનર પર થયેલા આક્ષેપઓ અંગે પણ તપાસ તેજ બની છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવી અને પીએસઆઇ સાખરાનું તપાસ કમિટી નિવેદન લેશે. 

રાજકોટ પોલીસ કમિશનરના કથિત કટકી કાંડનો મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલ વધુ કેટલાક ખુલાસા કરી શકે છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ વિકાસ સહાયના તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ગોવિંદ પટેલ રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસા કરી શકે છે. રાજકોટના સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં ભાજપના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચની વિવાદાસ્પદ કામગીરી અંગે રજૂઆતો પોતાની પાસે આવી રહી છે. સખિયા બંધુઓ બાદ અન્ય પણ ભોગ બનનારા લોકો પોતાનો સંપર્ક કરી રહ્યા હોવાનું ધારાસભ્યનું કહેવુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news