Rajkot News: પુત્રવધુના બેડરૂમની અંગત પળો કેમેરામાં કેદ કરી 'વાયરલ' કરનારા સાસુ-સસરા, પતિ સામે હાઈકોર્ટનું આકરું વલણ

Gujarat News: આ કેસમાં પુત્રનો પણ તેના માતા પિતાને પૂરતો સપોર્ટ મળ્યો હતો. વિગતો બહાર આવતા જ હોબાળો મચી ગયો. હવે આ કેસમાં કોર્ટે ખુબ જ આકરું વલણ અપનાવ્યું છે. 

Rajkot News: પુત્રવધુના બેડરૂમની અંગત પળો કેમેરામાં કેદ કરી 'વાયરલ' કરનારા સાસુ-સસરા, પતિ સામે હાઈકોર્ટનું આકરું વલણ

આ તે કેવો સમય છે? સંબંધોના લીરે લીરા ઉડી રહ્યા છે. રાજકોટની આ ઘટનાએ તો સંબંધોની વરવી સ્થિતિ સામે લાવીને મૂકી દીધી છે. સાસુ સસરાએ પૈસા કમાવવા માટે પુત્ર અને પુત્રવધુના બેડરૂમની અંગત પળોને કેમેરામાં કેદ કરીને પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી નાણાકીય ફાયદો લેવાનું સાધન બનાવી દીધુ. આ કેસમાં પુત્રનો પણ તેના માતા પિતાને પૂરતો સપોર્ટ મળ્યો હતો. વિગતો બહાર આવતા જ હોબાળો મચી ગયો. હવે આ કેસમાં કોર્ટે ખુબ જ આકરું વલણ અપનાવ્યું છે. 

વાત જાણે એમ છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી ચૂકેલા આ કેસમાં આરોપી સાસુ સસરા અને પતિએ ગુજરાત હાઈકોર્ટમાં કન્સેન્ટ  ક્વોશિંગ પીટિશન (પક્ષકારો વચ્ચે સમાધાન થયું હોવાથી ફરિયાદ રદ કરવા માટે થતી અરજી) દાખલ કરી હતી. જે જસ્ટિસ ડી સુથારે આકરું વલણ અપનાવીને ફગાવી દીધી. કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈને આવી બાબતો સમાજ અને સંસ્કૃતિને વિપરિત અસર કરતો સામાજિક-આર્થિક ગુનો હોવાથી રદ કરવાની ઘસીને ના પાડી દીધી. આ સાથે જ કોર્ટે આ કૃત્ય પીડિત મહિલાના જીવનના મૂળ હકો, સ્વતંત્રતા, ગરિમાને હચમચાવનારું ગણાવ્યું. 

એટલું જ નહીં  કોર્ટે આ મામલે પુત્રવધુના અંગત પળોના દ્રશ્યો કેમેરામાં કેદ કરીને વાયરલ કરનારા આરોપી સાસુ સસરા અને પતિ સામે કડક વલણ અપનાવતા  તેમના વિરુદ્ધ ઝડપથી કેસ ચલાવીને પૂર્ણ કરવાનો પણ ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો. આ મામલે સરકારી વકીલે મનન મહેતાએ આરોપીઓની ક્વોશિંગ પીટિશનનો વિરોધ કરતા કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધનો ગુનો ખુબ ગંભીર અને આરોપી અતિ સંવેદનશીલ છે. આરોપીઓ એક સમાજ વિરોધી ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. જે માફીને પાત્ર નથી. કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ છે. આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને નક્કર પૂરાવા પણ મળ્યા છે. સમાધાન ભલે થયું પરંતુ કેસ રદ કરી શકાય નહીં. 

શું કહ્યું જજે?
આ સમગ્ર મામલે જજડી સુથારે પણ ગંભીર અવલોકન કરતા કહ્યું કે આરોપી પતિ અને સસરાએ પોતાના અંગત સ્વાર્થ હેતુસર પુત્રવધુની પવિત્રતાનું જાતીય શોષણ કરી નગ્ન ફોટા અને પોર્ન વીડિયો બનાવ્યા. આવી ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનો ભંગ થયો છે. આરોપીઓ આ વાત જાણતા હોવા છતાં આવું કૃત્ય કર્યું છે. કેસમાં ઈપીકો કલમની સાથે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(ઈ) અને 67(એ) હેઠળ ગંભીર ગુનો પણ બને છે ખાસ કરીને મહિલા સામેનો જે બિન સમાધાનપાત્ર છે. આ કેસમાં આરોપી પતિ એ પત્ની સાથે અને સસરા અને સાસુએ પુત્રવધુ સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યું છે. આરોપીઓ વિરદ્ધનો ગુનો સમાજ સંસ્કૃતિને વિપરિત અસર કરનારો સામાજિક-આર્થિક ગુનો છે. તેમણે એમ પણ કહ્યું કે સભ્ય સમાજમાં પુત્રવધુ ગૃહલક્ષ્મી તરીકે સન્માન પામે છે ત્યારે પુત્રવધુનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી અદા કરવામાં આરોપીઓ નિષ્ફળ રહ્યા છે. 

શું હતો મામલો
અત્રે જણાવવાનું કે આ મામલાએ સમગ્ર રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. જેમાં ઘરના વડીલ ગણાતા સાસુ અને સસરા જેવી પૂજનીય વ્યક્તિઓએ પોતાની જ પુત્રવધુ અને પુત્રના બેડરૂમના અંતરંગ પળોના દ્રશ્યોને કેમેરામાં કેદ કરીને પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી પૈસા રળતા હતા. એટલું જ નહીં આ બધામાં સાસુની સંડોવણી અતિ ચોંકાવનારી જોવા મળી. એવો પણ આરોપ લાગ્યો કે પુત્રવધુએ જ્યારે આ બધા અંગે સાસુને ફરિયાદ કરી તો ઉલ્ટું સાસુ પુત્રવધુને સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી. પુત્રવધુના સસરા અને પોતાના પતિને આ બધામાં સાથ આપતી હતી. ત્યારે આ મામલે પુત્રવદુએ રાજકોટ સાઈબર ક્રાઈમમાં સાસુ સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પુત્રવધુએ એવો પણ આરોપ મૂક્યો હતો કે સાસુ સસરાના દબાણ અને ઉશ્કેરણીના કારણે પતિ સેક્સ કરતી વખતે અકુદરતી વસ્તુઓનો પણ ઉપયગ કરતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news