ગુજરાતમાં અહીં 3 BHKનો ફ્લેટ મળી રહ્યો છે 18 લાખમાં, જલ્દી કરો નહીં તો મનનું મનમાં રહી જશે
PM આવાસ યોજના અંતર્ગત 1268માંથી 975 આવાસ ખાલી રહેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગમા ભાવ ઘટાડાને લઈને નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે 150 ફુટ રિંગ રોડ, મવડી પાળ રોડ વિમલનગરના પ્રાઈમ લોકેશન આ આવાસ આવેલા છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં ભાવ ઘટાડયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વિમલનગરમાં વસંત માર્વલ પાસે, નાનામવા રોડ પર હેવલોક એપાર્ટમેન્ટ પાસે, 150 ફૂટ રિંગ રોડ પર ઓસ્કાર ગ્રીન પાસે, મવડી-પાળ રોડ પર સેલેનિયમ હાઇટ્સ સામે એમઆઇજી કેટેગરીના 3 BHK ના ફલેટ 24 લાખના હતા, પરંતુ હવે તે 18 લાખમાં મળી રહ્યા છે. ફ્લેટ ન વેંચતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
PM આવાસ યોજના અંતર્ગત 1268માંથી 975 આવાસ ખાલી રહેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગમા ભાવ ઘટાડાને લઈને નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે 150 ફુટ રિંગ રોડ, મવડી પાળ રોડ વિમલનગરના પ્રાઈમ લોકેશન આ આવાસ આવેલા છે.
કોરોના મહામારીના બે વર્ષમાં આવેલી મંદીના કારણે અનેક લાભાર્થીઓએ તેમને મળેલા ફ્લેટની ફાળવણી રદ કરાવી છે તેમ જ અનેક લોકોએ ઉંચી કિંમતના હપ્તા ભરી ન શકાય તેથી અરજી જ કરી નથી. આ સંજોગોમાં હવે મહાપાલિકાએ એમઆઇજી કેટેગરીના થ્રી બેડ હોલ કિચનના રૂ.24 લાખની કિંમતના ફ્લેટ રૂ.18 લાખમાં આપવા કાર્યવાહી શરૂ કરી છે. આ સંદર્ભે હવે મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે અને સ્ટેન્ડિંગ કમિટિ આ અંગે સોમવારે મળનારી મિટિંગમાં નિર્ણય લેશે.
જણાવી દઈએ કે, ઉપરોક્ત ચાર સાઇટ્સ પરના કુલ 1268 ફ્લેટમાંથી હાલ સુધીમાં ફક્ત 293 ફલેટનું એલોર્ટમેન્ટ થઇ શક્યું છે, અન્ય 975 ફ્લેટનું હાલ સુધી કોઇ લેવા તૈયાર નથી.
તમને જણાવી દઈએ કે, રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (વેસ્ટ ઝોન પેકેજ -1,2,3) અંતર્ગત ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 542 એલઆઇજી પ્રકારના 1268 તેમજ એમઆઇજી પ્રકારના 1268 આવાસો બનાવવામાં આવી રહ્યા છે. એફોર્ડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશિપ હેઠળ આવાસોની મહત્તમ વેચાણ કિંમત અલગ અલગ કેટેગરી મુજબ રાખવાનું ઠરાવેલ છે. જે પૈકી એમઆઇજી પ્રકારના 60 ચો.મી. કાર્પેટ ધરાવતા આવાસોની મહત્તમ વેચાણ કિંમત 24 લાખ નક્કી કરવામાં આવ્યા છે.
આ પ્રોજેકટ અંતર્ગત ફેબ્રુઆરી-2020થી ઓક્ટોબર-2021 સુધી અલગ અલગ સમયે ત્રણ વખત ડ્રો કરીને એમઆઇજી પ્રકારના 1268 પૈકી 499 આવાસ ફાળવવામાં આવેલ છે, જે પૈકી આજદિન સુધી માત્ર 293 લાભાર્થીઓએ એલોટમેન્ટ લેટર સ્વીકાર્યો નથી. જ્યારે બાકીના લાભાર્થીઓએ આવાસ ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવી છે અથવા એલોટમેન્ટ સ્વીકારેલ નથી. જેના કારણે સમગ્ર વાત સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે