9 દિવસ બાદ રાજકોટ માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, આજથી જણસીઓની હરાજી શરૂ

9 દિવસ બાદ રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot market yard) ની હડતાળ (Strike) આખરે ગઈકાલે સમેટાઇ હતી. જેના બાદ આજથી માર્કેટ યાર્ડમાં અલગ અલગ જણસીઓની હરાજી શરૂ થઈ હતી. આ સાથે જ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાધીશોની લાલ આંખ બાદ હડતાળનો સુખદ અંત આવ્યો હતો. સત્તાધીશોની લાલ આંખ સામે કમિશન એજન્ટો અને વેપારીઓ ઝૂક્યા હતા. ત્યારે હવે માર્કેટ યાર્ડમાં પડતર માલની હરાજી બાદ નવા માલની આવક થશે. મગફળી, કપાસ, જીરું, ચણા, લસણ અને અજમા સહિતની જણસીની હરાજી આજથી યાર્ડમાં શરૂ થઈ છે.
9 દિવસ બાદ રાજકોટ માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, આજથી જણસીઓની હરાજી શરૂ

રક્ષિત પંડ્યા/રાજકોટ :9 દિવસ બાદ રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot market yard) ની હડતાળ (Strike) આખરે ગઈકાલે સમેટાઇ હતી. જેના બાદ આજથી માર્કેટ યાર્ડમાં અલગ અલગ જણસીઓની હરાજી શરૂ થઈ હતી. આ સાથે જ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાધીશોની લાલ આંખ બાદ હડતાળનો સુખદ અંત આવ્યો હતો. સત્તાધીશોની લાલ આંખ સામે કમિશન એજન્ટો અને વેપારીઓ ઝૂક્યા હતા. ત્યારે હવે માર્કેટ યાર્ડમાં પડતર માલની હરાજી બાદ નવા માલની આવક થશે. મગફળી, કપાસ, જીરું, ચણા, લસણ અને અજમા સહિતની જણસીની હરાજી આજથી યાર્ડમાં શરૂ થઈ છે.

‘કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપીને પિતાએ દીકરીને પીંખી નાંખી

રાજકોટ બેડી યાર્ડમાં ગઈકાલે હડતાળનો 9મો દિવસ હતો. આથી ખેડૂતો પરેશાન થયા હતા. વેપારીઓ દુકાન નહીં ખોલે તો યાર્ડ દ્વારા નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાશે, તેમજ વેપારીઓને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, નહિ તો લાયસન્સ રદ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. પરંતુ વેપારીઓ એક જ માંગ પર અડગ રહ્યા હતા કે પોલીસ કેસ પાછા ખેંચે. ગઈકાલે બુધવારે વેપારીઓ અને કમિશન એજન્ટ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી. કમિશન એજન્ટના પ્રતિનિધિએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ આખરે હડતાળ સમેટાઈ હતી. આમ, ગુરુવારથી યાર્ડમાં દરેક જણસીની હરાજી થશે તેવી જાહેરાત કરાઈ હતી. 

SBIમાં ખાતુ છે તો આવતીકાલ સુધી કરી લો એક મહત્વનું કામ, નહિ તો...

નદીમાં ગાંડીવેલને કારણે મચ્છરોનો ત્રાસ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ટાવરમાં જ કમિશન એજન્ટોના એસોસિએશનને તેની કામગીરી માટે ઓફિસો આપી હતી. પરંતુ આ એજન્ટો દ્વારા સમિતિ વિરૂદ્ધ કામગીરી થતી હોવાનું જણાતા ચેરમેન ડી.કે. સખીયાએ આજથી આ ઓફિસોનો કબ્જો લઇ દલાલ એસોસિએશનને તાળુ મારી દીધું હતું. વિરોધ પ્રદર્શનમાં પોલીસે 32 જેટલા વેપારીઓની ધરપકડ કરી કેસો કર્યા હતા. બેડી યાર્ડ પાસે પાછળ આવેલી નદીમાં ગાંડીવેલને લઇ મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ અને ખેડૂતોમાં છેલ્લા એક મહિનાથી રોષ જોવા મળી રહ્યો હતો. અનેક રજૂઆત બાદ ગત અઠવાડીયે વેપારીઓ અને ખેડૂતો રોષે ભરાયા હતા અને બેડી યાર્ડ ખાતે ઉગ્ર દેખાવો થતા પોલીસ, વેપારીઓ અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો અને લાઠીચાર્જ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇ પોલીસે 32 જેટલા વેપારીઓની ધરપકડ કરી કેસ કર્યા હતા. હવે વેપારીઓની માંગ કરી હતી કે આ કેસ તાકીદે પરત ખેંચે તો જ હડતાળ સમેટાશે.

મચ્છર એક બાજુ રહી ગયા અને રાજકારણ શરૂ

વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ સૌથી વધારે કફોડી સ્થિતિ ખેડૂતોની બની હતી. છેલ્લા 8 દિવસથી યાર્ડ બંધ હતું. ખેડૂતોની સાથે સાથે યાર્ડનું દરરોજ 8 કરોડનું ટર્ન ઓવર અટકી રહ્યું હતું. ત્યારે વેપારીઓ અને યાર્ડ વચ્ચેનો આ ગજગ્રાહ ક્યાંરે પૂરો થાય અને ક્યારે યાર્ડ ખૂલશે તેવુ બધા વિચારી રહ્યા હતા. મચ્છરોનો મુદ્દો એક તરફ રહી ગયો અને જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચે સત્તા ટકાવવા અંદોઅંદર આક્ષેપો કરી રાજકારણ રમી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news