જો જામીન મંજૂર થયા તો એકેયને જીવતા નહિ છોડું, બાપની વેદના : મારા નથી ઓળખાતા એમ એ પણ નહીં ઓળખાય

Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ

જો જામીન મંજૂર થયા તો એકેયને જીવતા નહિ છોડું, બાપની વેદના : મારા નથી ઓળખાતા એમ એ પણ નહીં ઓળખાય

Rajkot Fire Tragedy : રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 5 લોકો હજી સુધી લાપતા છે. રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે.

કોઈની ઓળખ થઈ શકી નથી. આ તામમ TRP ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મીડિયાએ જે રીતે લેવું હોઈ તે લેજો. ધમકી સમજો તો પણ મને મંજુર છે. 

આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું
ગુસ્સામાં આવેલા પરિવારના સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, મારી માંગણી એ છે કે, સરકારે કાં તો આ લોકોને ફાંસીની સજા આપો. અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે, ન તો હાઈકોર્ટમાં, ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા હુ આપવા તૈયાર છું.

હુ મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયામાં હાજરીમાં જે જરૂરિયાતમંદને સરકારી સહાય જોઈતી હશે એને હું આપી દઈશ. જ આમાંથી કોઈના પણ સજા પહેલા જામીન મંજૂર થયા તો હુ એમને મારી નાંખીશ. મારા આગળ પાછળ કોઈ નથી, હતુ એ વહ્યું ગયું છે.

આને તમે ધમકી સમજો તો છુટ છે, મીડિયાને જે રીતે છાપવુ એ છુટ છે. આને બાપની વેદના સમજીની છાપવું હોય તો પણ છૂટ છે. જો આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું. હવે મારો કોઈ પરિવાર ઓળખ નથી થઈ રહી, તેમ હું એમને ઓળખ નહિ થવા દઉં. આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે બધી તૈયારી છે. આ માટે હું જેલમાં જતો રહીશ. જેને જ્યા મને અડવુ હોય એ અડી લે, પણ હું કોઈને મૂકીશ નહિ.

હું સરકારને એટલુ જ કહેવા માગુ છું કે, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈને કોઈ દુર્ઘટના બનતી જાય છે. કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો પરિવાર જતો રહે છે. છતા કોઈ એક્શન લેવાતું નથી. હવે સરકાર એક્શન નહિ લે, તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ. જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024

 

પરિવારમાંથી કોણ કોણ લાપતા

  • રાજભા પ્રદીપસિંહ ચોહાણ, 15 વર્ષનો દીકરો  
  • વીરેન્દ્રસિંહ જાડેજા, 42 વર્ષ
  • ધર્મરાજ સિંહ, 14 વર્ષ
  • ગુડ્ડુબા હિતેન્દ્ર સિંહ જાડેજા, 10 વર્ષ
  • ઓમદેવ સિંહ ગોહિલ, 31 વર્ષ  
  • વિરેન્દ્રસિંહના પત્ની જિજ્ઞાના હોસ્પિટલમાં દાખલ 

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા મોત મળ્યું

આ વિશે પરિવારજન ચંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મારા કાકાના દીકરાનો ફોન આવ્યો હતો. પરિવારના કેટલાક સભ્યો ગેમઝોન ગયા છે તેમનો ફોન લાગતો નથી. કુલ 10 લોકો ગયા હતા તેમાંથી 2 હોસ્પિટલમાં દાખલ, અન્ય 5 લાપતા છે. સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. ત્યાં કોઈ ફાયર સે્ફ્ટી નહોતી. તેથી દોષિતોને સજા આપવા પરિવારની માંગ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તમામ મદદ કરીશું. 

આખા પરિવારનો લાડકવાયો હતો રાજભા
પ્રદિપસિંહ ચૌહાણના પુત્ર રાજભા ચૌહાણ હજુ લાપતા છે. પરિવાર રાહ જોઈ ઈ બેઠો છે કે કઈક સારી ખબર આવે પણ શક્યતા ઘણી ઓછી છે, રાજભા પૂરા પરિવારમાં સૌથી નાનો અને સૌ કોઈનો લાડલો હતો. અત્યાર સુધીમાં દરવખતમાં જન્મદિવસ પર વિદેશી ઠાઠમાઠથી આલિશાન ઉજવણી કરતી હતી.

આજદીન સુધી એની એકપણ માંગ પૂરી ના થઈ હોય એવું નથી બન્યું. પણ આજે આ ઘરનું આંગણ સૂનું છે અને દાદા દાદીનો લાડલા પૌત્રની રાહ જોવાઈ રહી છે. રાજભાના પિતા પ્રદીપસિંહે કહ્યું કે, ગઈકાલ સાંજે ચાર વાગ્યે મારી તેની સાથે વાત થઈ હતી. તે બહુ જ ખુશ હતો. અચાનક મને ફોન આવ્યો હતો. અમારા પરિવારના પાંચ લોકો ત્યા હતા, એટલે ઝડપથી બધા હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. 

(1) ધવલભાઈ ભરતભાઇ ઠકકર
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
(3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
(4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. FIRમાં RMCના ફાયર ઓફિસર બી.જે. ઠેબાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. 50×60 મિટરનો ફેબ્રિકેશનનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. બે થી ત્રણ માળનો લોખંડના એન્ગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો.

કલમ – ૩૦૪ માં સાપરાધ મનુષ્યવધની સજાની-જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ ખુન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ માટે આજીવન કેદ અથવા ૧૦ વર્ષની કેદની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. JCP વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે. 

તો બીજી તરફ, TRP ગેમ ઝોનના અગ્નિકાંડ પોલીસે ખુદ સ્વીકાર્યું કે, રાજકોટ પોલીસે ગેમિંગ ઝોન માટે મંજૂરી આપી હતી. રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાઇસન્સ આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news