નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવતો યુવક મર્દાનગી ભૂલ્યો, બીજા પુરુષને દિલ દઈ બેઠો, બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા

Rajkot News : અંકુર બેડ પર જે રીતે સ્ત્રી વર્તન કરતી હોય એ રીતે જ વર્તન કરતો. તેણે પોલીસ સામે કબૂલ્યુ કે, મને કોઈપણ પ્રકારનો ખ્યાલ રહ્યો નહીં કે હું આવો કેવી રીતે બની ગયો. હુ સાડી પહેરતો તો મારી જાતને ભૂલી જતો. હું મૂંછો પણ કાઢવા લાગ્યો

નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવતો યુવક મર્દાનગી ભૂલ્યો, બીજા પુરુષને દિલ દઈ બેઠો, બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા

Rajkot News : રંગીલા રાજકોટમાં રંગરેલિયાના કિસ્સાઓ હદ પાર કરી રહ્યાં છે. રાજકોટની રાતો હવે રંગીન બનવા લાગી છે. ત્યારે રાજકોટમાં નાટકમાં કામ કરતા સમયે બે પુરુષો વચ્ચે પડદા પાછળ એવો પ્રેમ પાંગર્યો કે પોલીસ પણ આખો કિસ્સો જાણી માથુ ખંજવાળતી રહી.  ‘રામામંડળ’ અને ‘ભવાઈ’ માં સ્ત્રીનુ પાત્ર ભજવતા એક પુરુષને પાત્ર ભજવતા ભજવતા અંદરથી સ્ત્રી હોવાનો અહેસાસ જાગ્યો. આ અહેસાસ ધીરે ધીરે એવો વધતો ગયો કે, તે મર્દાનગી ભૂલી બેઠો, અને પોતાને સ્ત્રી માનવા લાગ્યો. આ માન્યતામાં તેનો સંબંધ નાટકના જ એક પુરુષ સાથી સાથે પાંગર્યો. એક હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે તેવી આ સત્ય હકીકત છે.

બન્યુ એમ હતું કે, રાજકોટના એક કારખાનામાં કામ કરતો અંકુર (નામ બદલાયું છે) રામામંડળ અને ભવાઈમાં કામ કરવા લાગ્યો હતો. જેમાં તે સ્ત્રીનું પાત્ર ભજવતો હતો. કહેવાય છે કે, જ્યારે કોઈ કલાકાર તલ્લીનતાથી પાત્ર ભજવે ત્યારે તે પાત્રને જીવવા લાગે છે. આવુ જ રાજકોટના અંકુર સાથે થયું. સ્ત્રીપાત્રની તેના અંગત જીવન પર અસર થઈ. તે ધીરે ધીરે સ્ત્રીની જેમ વાત કરવા લાગ્યો, સ્ત્રીની જેમ વર્તન કરવા લાગ્યો હતો. તે સ્ત્રીપાત્રમાં એવો ઘૂસી ગયો કે તેને અંદરથી સ્ત્રી હોવાનો ભાસ લાગવા લાગ્યો. આવામાં તેણે પોતાનો લુક પણ સ્ત્રી જેવો બનાવવા માંડ્યો. બે જ વર્ષમાં જે પુરુષ મટીને સ્ત્રી થઈ ગયો. સ્ત્રી લક્ષણો અને અદાએ તેના પર એવો કાબૂ કર્યો કે તેણે પોતાના વાળ કમર સુધી લાંબા કરી લીધા. તેને ચાલમાં સ્ત્રી જેવી લચક આવી ગઈ. પેન્ટ પહેરતો અંકુર લિપસ્ટીક અને કાજલ લગાવતો થઈ ગયો. 

તો બીજી તરફ, તેનો પરિવાર તેનુ આ રૂપ જોઈને અચંબામાં પડી ગયું. તેની પત્ની અને 12 વર્ષની પુત્રી અંકુર શુ કરી રહ્યો છે તે સમજી શક્તા ન હતા. આટલે ન અટકતા, અંકુર ટ્રાન્સજેન્ડર બનીને રૂપિયા પણ માંગવા લાગ્યો. રૂપિયા મેળવીને તે પોતાને સ્ત્રી બનવા પાછળનો ખર્ચો કાઢતો. પરિવારે તેને બહુ જ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્ત્રીત્વમાં ઓતપ્રોત થઈ ગયેલો અંકુર ન માન્યો. પરિવારને સમાજની બીક હતી. પરંતુ અંકુર સમજતો ન હતો. 

આ પણ વાંચો : 

પરંતુ આ વચ્ચે બીજો ઘાટ સર્જાયો. અંકુરની સાથે જ રામામંડળ અને ભવાઈમાં પુરુષ પાત્ર ભજવતો કરણ સાથે અંકુરનો ભેટો થયો. આખી રાતે નાટકમાં સાથે રહેતા હોવાથી બંને વચ્ચેનો સંપર્ક વધતો ગયો. આખરે બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા. બંનેને સંબંધો બેડરૂમ સુધી પહોંચ્યા. અંકુર અને કરણ લિવઈનમાં રહેવા લાગ્યા હતા. બંને જ્યા પણ જાય સાથે જાય, પતિ-પત્નીની જેમ સાથે રહેવા લાગ્યા. બંને વચ્ચે સ્ત્રી-પુરુષની જેમ સંબંધ બંધાવા લાગ્યા. આવામાં અંકુર બેડ પર જે રીતે સ્ત્રી વર્તન કરતી હોય એ રીતે જ વર્તન કરતો. 

બીજી તરફ, કરણનો પરિવાર પણ આ જોઈ ગુસ્સે ભરાયો હતો. કારણ કે, તેની પત્ની 80 ટકા પ્રજ્ઞાચક્ષુ છે. તેની પત્ની ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી હતી. ઘરમાં એક 11 વર્ષનો દીકરો હતો. અંકુરની વિકૃતિની અસર ધીરે ધીરે કરણને છવા લાગી હતી. જેથી કરણની કંટાળેલી પત્નીએ અંકુરની પત્નીનો સંપર્ક સાધ્યો હતો. આ બાદ બંને પત્નીોએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી હતી. બંને પત્નીઓએ પોલીસ સામે આજીજી કરી કે, તેમના પતિને પાછા લાવો. 

આ પણ વાંચો : 

આ બાદ કરણ અને અંકુરને પોલીસ સ્ટેશન બોલાવવામા આવ્યા હતા. બંને એ પોલીસ સામે પોતાના સંબંધોનો ઘટસ્ફોટ કર્યો. તેમના શબ્દો સાંભળીને પોલીસ અધિકારીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે, બંને પોર્ન વીડિયો પણ જોતા હતા. અંકુરની માનસિકતા વધારે પડતી વિકૃત હતી. તેણે પોલીસ સામે કબૂલ્યુ કે, મને કોઈપણ પ્રકારનો ખ્યાલ રહ્યો નહીં કે હું આવો કેવી રીતે બની ગયો. હુ સાડી પહેરતો તો મારી જાતને ભૂલી જતો. હું મૂંછો પણ કાઢવા લાગ્યો. 

આમ, પોલીસ સ્ટેશનમાં બંનેનું કાઉન્સેલિંગ શરૂ કરવામા આવ્યુ છે. કાઉન્સેલિંગ બાદ બંનેને પોતાની ભૂલનું ભાન થયું હતું અને હવેથી આ સંબંધોનો અંત લાવવા નિર્ણય કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news