હવે આરપારની લડાઈ: કમલ કા ફૂલ અમારી ભૂલ કેમ્પેઈન થશે શરૂ, 22 રાજ્યોમાં આંદોલન થશે

Loksabha Election 2024: પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ટિકિટ રદ કરવાના નિર્ણય પર અડગ છે. હવે માત્ર ગુજરાત જ નહીં પરતું 22 22 રાજ્યોમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આંદોલન કરશે. આ સમગ્ર વિવાદમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની એન્ટ્રીથી વિવાદે વિરાટરૂપ ધારણ કર્યું છે.

હવે આરપારની લડાઈ: કમલ કા ફૂલ અમારી ભૂલ કેમ્પેઈન થશે શરૂ, 22 રાજ્યોમાં આંદોલન થશે

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ટિકિટ રદ કરવાના નિર્ણય પર અડગ છે. હવે માત્ર ગુજરાત જ નહીં પરતું 22 22 રાજ્યોમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આંદોલન કરશે. આ સમગ્ર વિવાદમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની એન્ટ્રીથી વિવાદે વિરાટરૂપ ધારણ કર્યું છે.

ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલી યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડ્યું છે. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડી પહેરી તો યુવાનોએ કેસરી સાફા પહેરી શક્તિ પ્રદર્શન કર્યું છે. ભારે વિરોધની વચ્ચે સતત ચોથા દિવસે અન્ન ત્યાગ ઉપર રહેલા પદ્મિનીબા વાળાએ પદ્મિનીબા બેભાન થઈ ઢળી પડ્યા હતા. ટિકિટ નહીં કપાઈ ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન ચાલુ જ રાખશે.

  • ક્ષત્રિયોના રોષે ધારણ કર્યું વિરાટરૂપ
  • ક્ષત્રિય સમાજની પ્રચંડ મહારેલી
  • ટિકિટ રદ નહીં થાય તો આંદોલન ઉગ્ર થશે

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી, ગુજરાત બહાર વકરશે આંદોલન, ક્ષત્રિયોનું ટ્રેલર

રૂખી સમાજને ખુશ કરવા અને મત ખાટવા માટે કરેલા આ નિવેદનથી આટલો મોટો વિવાદ ઉભો થશે એવું ખુદ પરશોત્તમ રૂપાલાએ સપને પણ નહીં વિચાર્યુ હોય. ભાજપમાંથી રાજીનામું આપનાર રાજ શેખાવત ક્ષત્રિય સમાજને ગાંધીનગર કમલમમાં કેસરિયા ઝંડા લઈને ઘેરાવ કરવા માટે અપીલ કરી છે. ક્ષત્રિય કરણી સેનાએ ઉત્તર ભારતમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. ભાજપને હરાવવા માટે હવે કરણી સેના કમલ કા ફૂલ અમારી ભૂલ કેમ્પેઈન શરૂ કરશે. 

રૂપાલાએ નિવેદન આપ્યા  માગી હોવા છતાં પણ સમાજમાં રોષ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાની ટિકિટ રદ ન કરતાા ક્ષત્રિયાણીઓએ કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ આ ક્ષત્રિયાણીઓને નજર કેદ કરીને હવે મુક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં રેલી અને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. હવે ક્ષત્રિય સમાજ જ્યાં સુધી રૂપાલા નહીં બદલાય ત્યાં સુધી આ વિરોધ કરશે. હવે એ જોવાનું રહેશે કે ક્ષત્રિયો માનવા તૈયાર નથી અને રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપ તૈયાર નથી ત્યારે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news