રાજકોટ લોધિકા સંઘ વાઇસ ચેરમેનના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયું, જાણો વિગતે
રાજકોટ લોધિકા સંઘના વાઇસ ચેરમેન દ્વારા દેવામાં આવેલા રાજીનામા બાદ રાજકોટ લોધિકા સંઘના ડિરેકટર નીતિન ઠાકેચા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે હવે એક જૂથ સમગ્ર મામલે પ્રદેશમાં રજૂઆત કરવા જશે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ લોધિકાસંઘના વાઇસ ચેરમને ગઈકાલે રાજીનામુ આપી દેતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે અને બે જૂથ સામસામે આવી ગયા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ લોધિકા સંઘના વાઇસ ચેરમેન દ્વારા દેવામાં આવેલા રાજીનામા બાદ રાજકોટ લોધિકા સંઘના ડિરેકટર નીતિન ઠાકેચા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે હવે એક જૂથ સમગ્ર મામલે પ્રદેશમાં રજૂઆત કરવા જશે.
આ આક્ષેપ કરતા તેમણ જણાવ્યું હતું કે માર્ચ પછી બેઠકમાં સંઘના વાર્ષીક અહેવાલ રજૂ કરવાના હોય છે સભામાં અહેવાલ ગાયબ કરી નાખ્યો હતો. અહેવાલ રજૂ ન કરતા બેઠકમા ઉગ્ર બોલાચાલી થઈ હતી. 15 કરોડ વધુ નફો કરતી સંસ્થા આંચનક ખોટમાં આવી ગઈ હતી અને નફો ઓછો થવાના સવાલો ઉઠતા બોલાચાલી થઈ હતી. જેથી વાઇસ ચેરમેને રાજીનામુ ધરી દીધું હતું.
રાજકોટ લોધિકા સંઘ મામલે લોધિકા સંઘના ડિરેકટર અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ ગંભીર આક્ષેપો કર્યા છે, માર્ચ પછી બેઠકમાં સંઘના વાર્ષિક અહેવાલ રજૂ કરવાના હોય છે પરંતુ સભામાં આ અહેવાલો ગાયબ કરી નાંખ્યા હતા. અહેવાલ રજૂ ન કરતા બેઠકમા ઉગ્ર બોલાચાલી થઈ હતી. 15 કરોડ વધુ નફો કરતી સંસ્થા અચાનક 12 કરોડ નફો થઈ જતાં પૂર્વ ચેરમેને આ મુદ્દે સવાલો કર્યા હતા. જોકે, સવાલોના જવાબ ના અપાતા બોલાચાલી થઇ હતી, બાદમાં વાઇસ ચેરમેને રાજીનામુ ધરી દીધુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે