રાજકોટ : વૃદ્ધાએ સાતમા માળથી કૂદીને મોત પસંદ કર્યું, આખી ઘટના CCTV મા કેદ

રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. કહેવાય છે કે, મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું.
રાજકોટ : વૃદ્ધાએ સાતમા માળથી કૂદીને મોત પસંદ કર્યું, આખી ઘટના CCTV મા કેદ

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. કહેવાય છે કે, મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું.

માનસિક બીમારીથી પીડાતા હતા વૃદ્ધા
પ્રાપ્ત માહિતી અનુસાર, કુવાવડા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સના બીજા માળે સોલંકી પરિવાર રહે છે. સોલંકી પરિવારના ત્રણ દીકરી ઈમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્રણેય ભાઈઓના માતે જમનાબેન સોલંકી (ઉંમર 65 વર્ષ) માનસિક બીમારીથી પીડાતા હતા. ત્યારે આજે તેઓ બિલ્ડીંગના સાતમા માળે ગયા હતા, અને અગાશી પરથી પડતુ મૂક્યું હતું.

વૃદ્ધા ગભરાયા, છતા ઉપરથી કૂદ્યા
બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વૃદ્ધાની આત્મહત્યાની તમામ માહિતી કેદ થઈ હતી. આપઘાતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તેઓ બીજા માળેથી ચઢીને અગાશી સુધી પહોંચ્યા હતા. બાદમાં તેઓ 7 માં માળની બાલ્કનીની પાળી પર ચઢ્યા હતા, પરંતુ ડર લાગવાને કારણે તેઓ થોડા અટવાયા હતા. આખરે બીક ન લાગે તે માટે ઉંધા ફરીને કૂદકો મારતા નજરે પડે છે.

આ ઘટના બાદ તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં માલૂમ પડ્યુ કે, જમનાબેન માનસિક બીમારીથી પીડાતા હતા. તેથી તેમણે આવુ પગલુ ભર્યું હતું. હાલ પોલીસે વૃદ્ધાના પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news