રાજકોટમાં કરૂણાંતિકા: રાત્રે લાઈટ જતા દીવો કરવા પિતાએ દીવાસળી ચાંપી, પેટ્રોલના કારણે ભડકો, બાળકીનું ભડથું થયું

આ દુર્ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું.

રાજકોટમાં કરૂણાંતિકા: રાત્રે લાઈટ જતા દીવો કરવા પિતાએ દીવાસળી ચાંપી, પેટ્રોલના કારણે ભડકો, બાળકીનું ભડથું થયું

ગૌરવ દવે/ રાજકોટ: કુવાડવા રોડ પર દેવનગરમાં આવેલા ઝુંપડામાં મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. રાજકોટ - કુવાડવા રોડ પર દેવનગરમાં રાત્રે ઝૂંપડામાં રાત્રે લાઇટ જતા દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપતા જ ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. આ ઘટનામાં 1 વર્ષની બાળકી ગંભીર રીતે દાઝતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. એક વર્ષની બાળકી ભડથું થઈ ગઈ હતી, જ્યારે 3ની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી દાઝેલા ત્રણેય વ્યક્તિઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.

આ દુર્ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું.

No description available.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ કુવાડવા રોડ પર દેવનગરમાં આવેલા ઝુંપડામાં રાત્રે લાઇટ જતી રહી હતી. આથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો અને આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. બાદમાં બધા આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ પૂરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.

જોકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

No description available.

અત્રે નોંધનીય છે કે, ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. સારવારમાં રહેલા રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી આવ્યા હતા અને તેઓ પણ દાઝી ગયા હતા. મૃતક બાળકી એક ભાઈ અને ચાર બહેનમાં નાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news