રાજકોટ મનપાનું વર્ષ 2020-21નું 2119.98 કરોડનું 'સ્માર્ટ બજેટ' રજૂ
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2020-21નું અંદાજ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુૂ કર્યું. આ વખતે 2119.98 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. બજેટને 'સ્માર્ટ બજેટ' નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષનું બજેટ 2160 કરોડનું રજૂ કરવાંમાં આવ્યું હતું.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2020-21નું અંદાજ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુૂ કર્યું. આ વખતે 2119.98 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. બજેટને 'સ્માર્ટ બજેટ' નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષનું બજેટ 2160 કરોડનું રજૂ કરવાંમાં આવ્યું હતું.
આ વખતે આવકવેરાના બોજ વગરનું બજેટ રજુ કરવાની ધારણા હતી. મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરીજનો પર બોજ આવવાની શક્યતા નહતી. ગત વર્ષના બજેટના મોટા ભાગના કામો શરૂ થયા ન હોવાથી બજેટમાં રિપીટ થવાની શકયતા વ્યક્ત કરાઈ હતી. ગત વર્ષનું બજેટ 2160 કરોડનું રજૂ કરવાંમાં આવ્યું હતું.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આજે કેન્દ્રીય બજેટ પણ રજુ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગે સંસદમાં સામાન્ય બજેટ રજુ કરશે. ત્યારે તમામની નજર આ બજેટ ઉપર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે