રાજકોટઃ વોર્ડ નં-13ના કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

તો બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે તેમનું રાજીનામું સ્વિકાર્યું હતું અને કહ્યું હતું કે, પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે તેમને નોટિસો આપવામાં આવી હતી.

રાજકોટઃ વોર્ડ નં-13ના કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

રાજકોટ: વોર્ડ નંબર 13ના કોંગ્રેસનાં કોર્પોરેટર નીતિન રામાણીએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. નીતિન રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને તેનાંથી ત્રસ્ત થઇને રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી તેનાં પર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત રાજીનામુ આપવા દબાણ કરતા હોવાનું અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય હોવા છતાં તેનું નામ હટાવી દેવામાં આવતા રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

તો બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે તેમનું રાજીનામું સ્વિકાર્યું હતું અને કહ્યું હતું કે, પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે તેમને નોટિસો આપવામાં આવી હતી. બાકી કોંગ્રેસમાં કોઇ જૂથવાદ ચાલતો નથી. ભાજપનાં સ્વચ્છતાનાં કાર્યક્રમમાં નીતિન રામાણી ભાજપનાં પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરે તે પક્ષ વિરોધી પ્રવૃતિ જ કહેવાય તેથી નોટિસ આપવામાં આવી હતી. જોકે મહત્વનું છે કે, નીતિન રામાણીને 16 સપ્ટેમ્બરનાં રોજ રાજકોટનાં સ્વચ્છતા અભિયાનનાં કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખને મળ્યા હતાં. ત્યારથી જ નવા જૂનીનાં એંધાણ જોવા મળ્યા હતા. ત્યારબાદ નીતિન રામાણી સ્ટેન્ડીંગ કમિટીમાં વ્હીપ હોવા છતાં કોંગ્રેસ વિરોધમાં રહ્યાં હતા અને છેલ્લા જનરલ બોર્ડમાં પણ વ્હીપ હોવા છતાં હાજર ન રહેતા નોટીસ પાઠવવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news